Cyclone Biparjoy : અસરગ્રસ્ત તમામ 6 જિલ્લામાં સેટેલાઈટ ફોન એક્ટિવ કરાયા, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કર્યો ડેમો,જુઓ Video

|

Jun 14, 2023 | 3:12 PM

જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ તેમ સંભવિત જોખમ પણ વધી રહ્યુ છે. ત્યારે સંભવિત વાવાઝોડાના સંકટ સામે પહોંચી વળવા તંત્રની તૈયારીઓ તેજ બની છે. અસરગ્રસ્ત તમામ 6 જિલ્લામાં સેટેલાઈટ ફોન એક્ટિવ કરાયા છે.

Kutch : પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં બિપરજોય વાવાઝોડાની ( Cyclone Biparjoy )આગેકૂચને લીધે ગુજરાતના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. 5 દિવસ સુધી ભારે વરસાદ તથા પવનની આગાહી કરવામાં આવી છે. કુલ 8 જિલ્લાના 441 ગામે વાવાઝોડાનો સામનો કરવો પડશે. જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ તેમ સંભવિત જોખમ પણ વધી રહ્યુ છે.

ત્યારે સંભવિત વાવાઝોડાના સંકટ સામે પહોંચી વળવા તંત્રની તૈયારીઓ તેજ બની છે. અસરગ્રસ્ત તમામ 6 જિલ્લામાં સેટેલાઈટ ફોન એક્ટિવ કરાયા છે. વાવાઝોડા સમયે સંપર્ક યથાવત્ રાખવા સેટેલાઈટ ફોન એક્ટિવ કરાયા છે. ભૂજમાં (Bhuj) કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ( સેટેલાઈટ ફોનનો ડેમો કર્યો છે.

આ પણ વાંચો-Wrestlers Protest: બ્રિજ ભૂષણની મુશ્કેલીમાં થશે વધારો, 6 માંથી 4 મહિલા રેસલર્સે પોલીસને સોંપ્યા પુરાવા, જાણો આગળ શું થશે?

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video