Cyclone Biparjoy: દેવભૂમિદ્વારકામાં બિપરજોય વાવાઝોડાની અસરથી દરિયાના પાણી મંદિરમાં ઘુસ્યા, જુઓ Video

અરબી સમુદ્રમાં સર્જાયેલા પ્રેશરને કારણે ગુજરાત પર બિપોરજોય વાવાઝોડું ત્રાટકવાનું સંકટ તોળાઇ રહ્યું છે. વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. દેવભૂમિ દ્વારકામાં વાવાઝોડાની અસરથી દરિયાનું પાણી મંદિરમાં ઘુસ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2023 | 9:27 AM

Cyclone Biparjoy : અરબી સમુદ્રમાં સર્જાયેલા પ્રેશરને કારણે ગુજરાત પર બિપરજોય વાવાઝોડું ત્રાટકવાનું સંકટ તોળાઇ રહ્યું છે. વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. દેવભૂમિ દ્વારકામાં વાવાઝોડાની અસરથી દરિયાનું પાણી મંદિરમાં ઘુસ્યા છે. દ્વારકાના ગોમતી ઘાટ પર આવેલા શ્રી કૃષ્ણ મંદિરમાં દરિયાના પાણી ઘુસ્યા છે. સમુદ્રમાં કરંટ હોવાથી સમુદ્રના પાણી મંદિરમાં ઘુસ્યા છે.

આ પણ વાંચો: Porbandar: કુંવરજી બાવળીયા પહોંચ્યા પોરબંદર, વાવાઝોડાની સ્થિતિ અંગે કરી સમીક્ષા, જુઓ Video

તો બીજી તરફ ભક્તિના માર્ગે પણ વાવાઝોડાનો સામનો થઈ રહ્યો છે. વાવાઝોડાના મહાસંકટથી રક્ષણ મેળવવા દ્રારકાધીશના જગત મંદિર પર એક સાથે બે ધજા ફરકાવવામાં આવી છે. સામાન્ય દિવસે એક જ ધજા ફરકાવવામાં આવે છે પણ આજે બીજી ધજા વાવાઝોડા સામે રક્ષણના હેતુથી ચઢાવવામાં આવી છે. અગાઉ જ્યારે તાઉતે વાવાઝોડું આવ્યું ત્યારે આ પ્રકારે 2 ધજા ફરકાવતા મંદિર સહિત સમગ્ર પંથકને વાવાઝોડાથી રક્ષણ મળ્યું હતું.

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">