ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ હવે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) 2022ની ચૂંટણીમાં ઐતિહાસિક રિઝલ્ટ મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. જેથી ભાજપના કેન્દ્રીય નેતાઓનો ગુજરાત પ્રવાસ પણ વધી રહ્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) ફરીથી ગુજરાત પ્રવાસે આવવાના છે. અમિત શાહ 10 અને 11 એપ્રિલે ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. આ બે દિવસ દરમિયાન અમિત શાહ અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે
આગામી 9 એપ્રિલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાત આવશે. બે દિવસ દરમિયાન તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. બે દિવસના પ્રવાસની વાત કરીએ તો અમિત શાહ આગામી 9 એપ્રિલે મોડી રાત્રે અમદાવાદ પહોંચશે. 10 અને 11 એપ્રિલે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. પ્રવાસના પ્રથમ દિવસે એટલે કે 10 એપ્રિલે ગાંધીનગરમાં નવનિર્મિત ગુજકોમાસોલ ભવનનું લોકાર્પણ કરશે..ત્યારબાદ તેઓ ગુજકોમાસોલના અધિકારીઓ સાથે બેઠક કરી ચર્ચા કરશે.
ફરી એકવાર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત આવશે. પંદર દિવસમાં બીજીવાર અમિત શાહનો ગુજરાત પ્રવાસ થવાનો છે. 10 અને 11 એપ્રિલે અમિત શાહ ગુજરાતના પ્રવાસે રહેશે. ગાંધીનગરમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના કાર્યક્રમમાં હાજર રહેશે. નેશનલ ફોરેન્સિક સાઇસન્સ યુનિવર્સીટીના પણ એક કાર્યક્રમમાં હાજર રહેશે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-
આ સ્ટોરીમાં છેલ્લે વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-