Ahmedabad : ગૃહપ્રધાન અમિત શાહે ભાડજ ઓવરબ્રિજનું કર્યું લોકાર્પણ, હજારો વાહનચાલકોને થશે ફાયદો

|

Sep 26, 2022 | 1:11 PM

ઓવરબ્રિજ લોકો માટે ખુલ્લો મૂકાતા રિંગરોડથી પસાર થતા રોજના 30 હજાર વાહનચાલકોને ટ્રાફિકથી (traffic) મુક્તિ મળશે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે (Amit Shah)  પોતાના મત વિસ્તારને વધુ એક વિકાસની ભેટ આપી છે. અમિત શાહે આજે સાયન્સ સિટી પાસે ભાડજ ઓવરબ્રિજનું (Bhadaj overbridge) લોકાર્પણ કર્યું છે. ઓવરબ્રિજ લોકો માટે ખુલ્લો મૂકાતા રિંગરોડથી પસાર થતા રોજના 30 હજાર વાહનચાલકોને ટ્રાફિકથી (traffic) મુક્તિ મળશે. એસપી રિંગ રોડ પર આ ઓવરબ્રિજ રૂપિયા 73.33 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે. તેની લંબાઈ 1 હજાર મીટર છે.

અમિત શાહનું મિશન ‘ ગુજરાત ‘

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Election) જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ તેમ દિગ્ગજ નેતાઓ પણ ગુજરાતની જનતાની નજીક આવવા લાગ્યા છે. આજે ફરી એક વાર ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે.અમિત શાહ બે દિવસ દરમિયાન 13 કાર્યક્રમોમાં હાજર રહેશે. તો અમિત શાહના હસ્તે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.જો વિગતે વાત કરીએ તો આજે અમિત શાહ વિરોચનનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું (Primary health center) ઉદ્ઘાટન કરશે. તો બપોરે બાવળામાં નળકાંઠાના ખેડૂતોના સંમેલનમાં હાજરી આપશે. જે બાદ AMC નિર્મિત સાઉથ વેસ્ટ ઝોનની કચેરીનું લોકાર્પણ 2140 EWS આવાસ અને શકરી તળાવના રિનોવેશન કાર્યનું ખાતમુહૂર્ત કરશે.

(ઈનપૂટ ક્રેડિટ – નરેન્દ્ર રાઠોડ, અમદાવાદ) 

Published On - 10:34 am, Mon, 26 September 22

Next Video