Ahmedabad: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ જગન્નાથ મંદિરમાં પૂજા અર્ચના કરી કલોલમાં પતંગના પેચ લડાવશે

|

Jan 14, 2023 | 8:30 AM

અમિત શાહ વેજલપુર અને ઘાટલોડિયામાં ભાજપના કાર્યકરો સાથે પતંગોત્સવ મનાવશે. બપોર પછી કલોલમાં કપીલેશ્વર મહાદેવને શીશ ઝુકાવશે.અને પંચવટી વિસ્તારના સ્નેહગ્રીન ફ્લેટના ધાબે કાર્યકરો સાથે પતંગ ચગાવશે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદ અને કલોલમાં ઉતરાયણ મનાવશે. અમદાવાદમાં સવારે 9 વાગ્યા પછી જગન્નાથ મંદિરમાં પૂજા અર્ચના કરશે. બાદમાં અમિત શાહ વેજલપુર અને ઘાટલોડિયામાં ભાજપના કાર્યકરો સાથે પતંગોત્સવ મનાવશે. બપોર પછી કલોલમાં કપીલેશ્વર મહાદેવને શીશ ઝુકાવશે અને પંચવટી વિસ્તારના સ્નેહગ્રીન ફ્લેટના ધાબે કાર્યકરો સાથે પતંગ ચગાવશે. અમિત શાહના કાર્યક્રમને લઈ કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોર સહિત સ્થાનિક કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે.

આકાશમાં રંગબેરંગી પતંગોની રંગોળી જોવા મળી

રાજ્યભરમાં ઉતરાયણની ઉજવણી માટે પતંગરસિકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ આકાશમાં રંગબેરંગી પતંગોની રંગોળી જોવા મળી છે, પતંગ રસિયાો પેચ લડાવવામાં મશગૂલ થયા છે અને આજે દિવસભર આકાશમાં પતંગબાજીનું યુદ્ધ જામશે. સાથે જ કાપ્યો છે..લપેટ..લપેટની બુમો સંભળાઈ સંભળાશે. પતંગ રસિયાઓ ગીતોની રમઝટ વચ્ચે પતંગ ઉડાડવાની મજા માણશે.

Published On - 7:59 am, Sat, 14 January 23

Next Video