Ahmedabad: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમિત શાહ સાથે કરી મુલાકાત

| Edited By: | Updated on: Oct 26, 2022 | 10:05 AM

નવા વર્ષને લઇને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ કાર્યકરો તેમજ જનતા સાથે મુલાકાત કરી રહ્યા છે. તો આ તરફ અમદાવાદમાં (Ahmedabad) કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

ગુજરાતની વિધાનસભા ચૂંટણીની (Gujarat assembly election) તારીખ ગમે ત્યારે જાહેર થઇ શકે છે. ચૂંટણીને પગલે ભાજપ (BJP) એક્શન મોડમાં જોવા મળી રહ્યુ છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah) હાલ ગુજરાતમાં છે. તો નવા વર્ષને લઇને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ કાર્યકરો તેમજ જનતા સાથે મુલાકાત કરી રહ્યા છે. તો આ તરફ અમદાવાદમાં (Ahmedabad) કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. નૂતન વર્ષ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં કાર્યકરોથી માંડીને ભાજપના ધારાસભ્યોને અમિત શાહે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી. તો રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ અમિત શાહ સાથે મુલાકાત કરીને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હાલ ગુજરાતમાં છે ત્યારે તેમણે તેમના અમદાવાદ ખાતેના નિવાસ સ્થાને નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમ આયોજિત કર્યો. જેમાં તમામ હોદ્દેદારો અને ભાજપ સંગઠનના વ્યક્તિઓએ તેમની મુલાકાત કરી હતી અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. તો આ પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ ગાંધીનગરમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં ભાજપના ધારાસભ્યો, કાર્યકરો અને સંગઠનના લોકો સાથે મુલાકાત કરી હતી. એટલુ જ નહીં મુખ્યમંત્રીએ જનતા સાથે પણ મુલાકાત કરી હતી.

તો અમિત શાહ દ્વારા આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ અમિત શાહ સાથે મુલાકાત કરીને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

Published on: Oct 26, 2022 10:04 AM