Gandhinagar: નવા વર્ષે આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં CM ભુપેન્દ્ર પટેલે આપી હાજરી, પ્રધાનો અને હોદ્દેદારો સાથે કરી મુલાકાત
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) નવા વર્ષની શરુઆત ગાંધીનગરમાં (Gandhinagar) પંચનાથ મહાદેવ મંદિરમાં દર્શન સાથે કરી. જે પછી તેમણે અડાલજમાં આવેલા ત્રિમંદિરમાં પણ દર્શન કર્યા હતા.
રાજ્યભરમાં નૂતન વર્ષની (New Year) ઉજવણી થઇ રહી છે. દર વર્ષે પંરપરા પ્રમાણે રાજ્યના મુખ્યપ્રધાન નવા વર્ષની શરુઆત કરે છે. ત્યારે આ વર્ષે પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) નવા વર્ષની શરુઆત ગાંધીનગરમાં (Gandhinagar) પંચનાથ મહાદેવ મંદિરમાં દર્શન સાથે કરી. જે પછી તેમણે અડાલજમાં આવેલા ત્રિમંદિરમાં પણ દર્શન કર્યા હતા. મુખ્યમંત્રી દાદા ભગવાનમાં શ્રદ્ધા ધરાવતા હોવાથી ત્યાં પણ દર્શન કર્યા હતા. જે પછી તેમણે નવા વર્ષે આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રધાનો અને હોદ્દેદારો સાથે મુલાકાત કરી.
મંત્રી નિવાસ સાથે સ્નેહ મિલન સમારોહ
મંદિરમાં દર્શનથી નવા વર્ષની શરુઆત કર્યા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મંત્રી નિવાસ સાથે સ્નેહ મિલન સમારોહમાં હાજરી આપી. જ્યાં તેમણે અધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી. તેઓએ સામાન્ય જનતા સાથે પણ મુલાકાત કરી. આ દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સાથે મુખ્ય અધિક સચિવ પંકજ કુમાર અને સરકારના IAS અધિકારી પંકજ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય જનતાએ પણ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરીને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
ટિકિટવાંચ્છુકોએ પણ મુખ્યમંત્રીની મુલાકાત કરી
મહત્વની વાત એ છે કે નૂતન વર્ષે મુખ્યમંત્રી સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપે એક પરંપરા છે. જો કે આ સરકારની આ અંતિમ દિવાળી છે. કારણકે થોડા જ દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે. જે પછી ફરી સરકાર થશે અને જે પછી વર્ષ 2023માં દિવાળીની ઉજવણી થશે. ચૂંટણીનું વર્ષ હોવાથી આ દિવાળીના પર્વની ઉજવણીનો માહોલ આ વખતે કઇક અલગ જોવા મળી રહ્યો છે. લોકોની સાથે કેટલાક ટિકિટવાંચ્છુકો પણ મુખ્યમંત્રીની મુલાકાત કરી રહ્યા છે. મુખ્યમંત્રીને મળવા ગાંધીનગરના મેયર સહિત ગાંધીનગરની ટીમ મુખ્યમંત્રીની સાથે ઉપસ્થિત રહી હતી. ત્યારે ચૂંટણીના પગલે આગામી દિવસોમાં પણ સ્નેહ મિલન કાર્યક્રમો થશે. જેમાં કાર્યકરો સાથે ચૂંટણીલક્ષી ચર્ચાઓ પણ થવાની શક્યતા છે.