કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ અમદાવાદ એરપોર્ટની સરપ્રાઈઝ મુલાકાત લીધી, કોરોના ટેસ્ટિંગ વ્યવવસ્થાની સમીક્ષા કરી

|

Jan 01, 2022 | 6:58 AM

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આરટીપીસીઆર સ્ક્રીનિંગ સેન્ટરની મુલાકાત કરી હતી.

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા(Mansukh Mandviya)ગુજરાતની(Gujarat)મુલાકાતે પહોંચ્યા છે. જેમાં મનસુખ માંડવિયા અમદાવાદ એરપોર્ટ(Ahmedabad)પર સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. તેમણે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આરટીપીસીઆર (RTPCR)સ્ક્રીનિંગ સેન્ટરની મુલાકાત કરી હતી. તેમણે અધિકારીઓ સાથે વ્યવસ્થાને લઈને વાતચીત કરી હતી.

આરોગ્ય પ્રધાને  એરપોર્ટ પર હાજર યાત્રિકો સાથે પણ વાતચીત કરી હતી.

ગુજરાતમાં કોરોનાના નવા 654  કેસ નોંધાયા

ઉલ્લેખનીય છે કે , ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોનો વિસ્ફોટ યથાવત છે. જેમાં શુક્રવારે 654 નવા કેસ નોધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 311 એટલે કે નવા કેસના 50 ટકા જેટલા માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. તો આ સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 2962 પર પહોચ્યો છે.

આ દરમ્યાન ગુજરાતમાં શુક્રવારે કોવિડ-19ના ઓમિક્રોન વેરિઅન્ટના 16 નવા કેસ નોંધાયા છે, જેનાથી રાજ્યમાં આવા કેસોની સંખ્યા વધીને 113 થઈ ગઈ છે.  શુકવારે  દિવસ દરમિયાન 10 ઓમિક્રોન-સંક્રમિત દર્દીઓ સાજા પણ થયા.16 નવા કેસમાંથી અમદાવાદમાં 6, સુરત શહેર અને આણંદમાં 3-3 અને જૂનાગઢ, અમરેલી, ભરૂચ અને બનાસકાંઠામાં 1-1 કેસ નોંધાયા છે.

અમદાવાદ શહેરમાં ઓમિક્રોન કેસની સંખ્યા સૌથી વધુ 39

નવા વેરીએન્ટથી સંક્રમિત મળી કુલ 113 વ્યક્તિઓમાંથી 54 સ્વસ્થ થયા છે, જેમાં શુક્રવારે 10નો સમાવેશ થાય છે, જ્યારે 59 હજુ સારવાર હેઠળ છે. ગુજરાતમાં અત્યાર સુધી ઓમિક્રોનના કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી.

અમદાવાદ શહેરમાં ઓમિક્રોન કેસની સંખ્યા સૌથી વધુ 39 છે, ત્યારબાદ વડોદરા શહેરમાં 21, સુરત શહેરમાં 12, આણંદમાં 11 અને ખેડામાં 6 છે.

આ  પણ વાંચો : જમ્મુ-કાશ્મીર: જમ્મુમાં માતા વૈષ્ણો દેવી ભવન પાસે ભાગદોડ, 6 લોકોના મોત, 14 ઘાયલ, ઘટના સ્થળ પર રાહત અને બચાવ કામગીરી શરૂ

આ પણ વાંચો : AHMEDABAD : ફ્લાવર શોમાં કેટલી હશે ટીકીટ?, નાગરીકોને શું શું જોવા મળશે?, જાણો અહીં

Published On - 6:51 am, Sat, 1 January 22

Next Video