દેશભરમાં આજે જશ્નનો માહોલ, પણ ઉત્સાહમાં ત્રિરંગાનું અપમાન ન થાય તે માટે આ નિયમો જાણવા જરૂરી

નવા સુધારા મુજબ હવે લોકો પોતાના ઘર કે ઓફિસ પર પણ રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે છે અને એના કારણે હર ઘર તિરંગા અભિયાનની(Har ghar tiranga)  ઉજવણી થઈ રહી છે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Aug 15, 2022 | 12:48 PM

આઝાદીના અમૃત મહોત્સવ (Azadi Amrit Mahotsav)અંતર્ગત હર ઘર ત્રિરંગા અભિયાન ચાલી રહ્યું છે.લોકો ભારે ઉત્સાહ સાથે પોતાના ઘર, ઓફિસ પર ત્રિરંગો (Indian Flag) ફરકાવી રહ્યા છે. દેશની ગરીમા અને સન્માન સમાન ત્રિરંગાને લઈ પણ કેટલાક નિયમો ‘ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા’  (Flag code of india) માં દર્શાવવામાં આવ્યા છે. તમામ લોકો ત્રિરંગો (Flag) લહેરાવી પોતાની રાષ્ટ્રભક્તિ દર્શાવે છે, ત્યારે આ ઉત્સાહમાં રાષ્ટ્રનું સન્માન એવા ત્રિરંગાને ખોટી રીતે ફરકાવી તેના નિયત કરેલ નિયમોનું ઉલ્લંઘન પણ થઈ રહ્યું છે.આગાઉ ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા 2002નું અમલીકરણ થતું હતું.

નવા નિયમો મુજબ લોકો પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે છે

જેમાં આ વર્ષે સરકારે (indian govt)સુધારો કર્યો છે.પહેલાં જે નિયમ હતા એ મુજબ પ્રાઇવેટ પ્રોપર્ટી પર રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાતો નહોતો, જો કે નવા સુધારા મુજબ હવે લોકો પોતાના ઘર કે ઓફિસ પર પણ રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે છે અને એના કારણે હર ઘર તિરંગા અભિયાનની(Har ghar tiranga)  ઉજવણી થઈ રહી છે. આ સિવાય ત્રિરંગાને કોઈ ક્ષતિ પહોંચે તો તે સ્થિતિએ તેનો નાશ કરવા માટેના પણ નિયમો છે.જે મુજબ કપડાના ત્રિરંગાને ખાનગીમાં અગ્નિદાહ આપી તેનો નાશ કરવો જોઈએ.જો ત્રિરંગો કાગળ નો હોય તો પાણીમાં તેનો નાશ કરવો.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati