Breaking News : વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 જેટલા મજૂરો દબાયા,જુઓ Video
ગુજરાતમાં બ્રિજના બાંધકામ ચર્ચામાં છે. ત્યારે વલસાડના ઔરંગા નદીના બ્રિજ ઉપર દુર્ઘટના બની છે. વલસાડના કૈલાશ રોડ પર આવેલા અને ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી થયો છે. બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી હતી તે સમયે આ દુર્ઘટના બની છે.
ગુજરાતમાં બ્રિજના બાંધકામ ચર્ચામાં છે. ત્યારે વલસાડના ઔરંગા નદીના બ્રિજ ઉપર દુર્ઘટના બની છે. વલસાડના કૈલાશ રોડ પર આવેલા અને ઔરંગ નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી થયો છે. બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી હતી તે સમયે આ દુર્ઘટના બની છે. બ્રિજના સ્લેબ ધરાશાયી થતા 4 જેટલા મજૂરો દબાયા છે. સ્થાનિકો દ્વારા તાત્કાલિક દોડી આવી મજૂરોને બહાર કાઢવામાં આવ્યા છે. જો કે તેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે વલસાડની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઔરંગ નદી પરના બ્રિજનો સ્લેબ ધરાશાયી
ઉલ્લેખનીય છે કે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ વલસાડના કૈલાશ રોડ પર આવેલા ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી થયો હતો. બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી હતી તે સમયે દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 4 મજૂર દબાયા છે. જો કે હાલ મળતી માહિતી મુજબ કોઈ પણ જાનહાનિ થઈ નથી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Dec 12, 2025 10:05 AM