રાજકોટમાં નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી, કામગીરી સામે ઉઠ્યા સવાલ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Dec 23, 2025 | 2:06 PM

અવાર-નવાર બ્રિજ ઘરાશાયી થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે રાજકોટમાં નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી થયો છે. કંપનીએ જ સજાગતાથી બ્રિજ તોડી પાડયાનો દાવો કર્યો છે.સદનસીબે દુર્ઘટનામાં મોટી જાનહાનિ ટળી

એક બાજુ રાજ્યના અનેક બ્રિજની હાલત જર્જરિત બની છે. ત્યારે આ વર્ષે 9 જુલાઈના 2025ના રોજ પાદરાથી ભરુચ તરફ જવાના મહીસાગર નદી પરનો બ્રિજ ઘરાશાયી થયો હતો, જેમાં 22 લોકોના મોત થયા હતા,જ્યારે કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા હતા. હાલમાં અમદાવાદમાં સુભાષ બ્રિજ જોખમી હાલતમાં હોવાનું સામે આવ્યું હતુ. ત્યારે રાજકોટમાં પણ બ્રિજ કંપનીએ પોતાની સજાગતાથી બ્રિજ તોડી પાડયાની ઘટના સામે આવી હતી. તો ચાલો જાણીએ આખરે રાજકોટમાં નિર્માણાધીન બ્રિજ કેમ તોડી પાડવામાં આવ્યો છે.

બ્રિજનો ભાગ ધરાશાયી

રાજકોટ શહેરના નવા 150 ફૂટ રિંગ રોડ બની રહેલા બ્રિજનો ભાગ ધરાશાયી થયો છે. આ બ્રિજ કોરાટ ચોક પર તૈયાર થઈ રહ્યો છે. બ્રિજનો વચ્ચેનો ભાગ બેસી જતા સમારકામ શરૂ કરાયું હતુ. નિર્માણ સમયે જ સ્લેબ પડતાં કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. સદનસીબે દુર્ઘટનામાં મોટી જાનહાનિ ટળી હતી.

ત્યારે હવે એવા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે, બ્રિજના નિર્માણમાં નબળી ગુણવત્તાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. જેના કારણે આ સમગ્ર ઘટના બની છે. બ્રિજનો વચ્ચેનો ભાગ બેસી જતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. અને કંપનીને 80 કરોડના ખર્ચે ફોરલેન બનાવવાનું કામ આપવામાં આવ્યું છે.જો કોઈ દુર્ઘટના બની હોત તો જવાબદાર કોણ.આ સમગ્ર મામલે કોન્ટ્રાક્ટ કંપનીના મેનેજર બચાવમાં આવ્યા છે.

રાજકોટ શહેરની સ્થાપના ઠાકોરજી વિભજી દ્વારા 1610 ના વર્ષમાં કરવામાં આવી હતી અને તેમણે લગભગ 282 ચોરસ માઇલ વિસ્તાર ઉપર શાસન કર્યું હતું. અહી ક્લિક કરો