બનાસકાંઠાઃ UGVCL ના અધિક્ષક ઇજનેર 50000 ની લાંચ લેતા ACBના છટકાંમાં ઝડપાયા, જુઓ
UGVCL ના અધિક્ષક ઇજનેર લાંચ લેતા ઝડપાયા છે. પાલનપુર સર્કલના અધિક્ષક ઇજનેરે કોન્ટ્રાક્ટર પાસેથી 82 હજાર રુપિયાની લાંચ માંગી હતી. જેને લઈ 50 હજાર રુપિયાની લાંચ લેતા જ ACB એ રંગે હાથ ઝડપી લઈને કાર્યવાહી કરી હતી. અધિક્ષક ઇજનેરે પોતાની કચેરીમાં જ લાંચની રકમ સ્વિકારી હતી અને એસીબીએ છટકું ગોઠવીને તેઓને ઝડપી લીધા હતા.
UGVCL ના અધિક્ષક ઇજનેરને લાંચ લેતા ઝડપાયાના ઘટના સામે આવી છે. પાલનપુર વર્તુળ કચેરીના SE એટલે કે અધિક્ષક ઇજનેર સંજય રસિકલાલ પટેલે ટેન્ડર એપ્રુવ કરવાને લઈ 82 હજાર રુપિયાની માંગણી કરી હતી. જેને લઈ કોન્ટ્રાક્ટરે એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ આ માટે છટકુ ગોઠવ્યુ હતું.
આ પણ વાંચો: પ્રધાનમંત્રી મુદ્રા લોનના બહાને મહિલાઓ સાથે છેતરપિંડી, દસ્તાવેજનો ઉપયોગ કરી મોબાઈલ ખરીદી લીધા
મહેસાણા એસીબીએ કોન્ટ્રાક્ટરની ફરિયાદ આધારે પાલનપુર UGVCLની કચેરીમાં છટકાનું આયોજન કર્યુ હતું. જ્યાં 82 હજારની રકમ સામે 70 હજાર લાંચનું નક્કી કરવામાં આવ્યુ હતુ. જેમાંથી 50 હજાર રુપિયાની હાલમાં સગવડ હોઈ એ મુજબ લાંચ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સંજય રસિકલાલ પટેલે પચાસ હજાર રુપિયાની રકમ હેતુલક્ષી વાતચીત કરીને સ્વિકારતા ઝડપી લેવામાં આવ્યા હતા. સંજય પટેલ નિવૃત્તિથી નજીક હતા અને ઈન્ચાર્જ તરીકે પદ સંભાળી રહ્યા હતા. જોકે આ દરમિયાન તેઓ એસીબીના છટકામાં ઝડપાઈ જવા પામ્યા હતા.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Feb 02, 2024 10:17 AM
