Surat : દિવાળીના પર્વને પગલે પરપ્રાંતીઓએ પકડી વતનની વાટ, ઉધના રેલવે સ્ટેશન પર માનવ મહેરામણ ઉમટ્યુ, જુઓ વાયરલ VIDEO

|

Oct 25, 2022 | 12:56 PM

મળતી વિગતો મુજબ પાછલા 5 દિવસમાં ઉધના સ્ટેશનથી 2 લાખ પ્રવાસીઓ વતન રવાના થયા છે. દિવાળી તહેવારમાં (Diwali) સુરત રેલવેને 3.67 કરોડની આવક થઇ છે.

સુરતમાં (Surat)  દિવાળીના તહેવાર પર ઉતર ભારતીયોએ પોતાના વતન જવા માટે દોટ લગાવી છે.  જો કે રેલવેની (Railway) અપૂરતી વ્યવસ્થાને કારણે મુસાફરો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા હતા. રેલવે સ્ટેશન પર એટલી ભીડ હતી કે પગ મુકવાની પણ જગ્યા મળે તેવી સ્થિતિ સર્જાઈ હતી. જેથી ભીડના કારણે કેટલાક મુસાફરો ટ્રેનના (Surat Train) કોચની બારીમાંથી પ્રવેશ કરી રહ્યા હતા. ઉધના રેલ્વે સ્ટેશન પરની મુસાફરોનો આ વીડિયો સોશિયલ મીડિયા (Socail Media) પર વાયરલ થયો છે. મળતી વિગતો મુજબ પાછલા 5 દિવસમાં ઉધના સ્ટેશનથી 2 લાખ પ્રવાસીઓ વતન રવાના થયા છે. દિવાળી તહેવારમાં (Diwali) સુરત રેલવેને 3.67 કરોડની આવક થઇ છે.

ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ઘસારો

દિવાળીના એક દિવસ પહેલા પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા. ઉધના રેલ્વે સ્ટેશન (Udhana Railway Station)  પર પરપ્રાંતિય મુસાફરોનું માનવ મેરામણ જોવા મળ્યું હતું. દિવાળીની રજાઓમાં વતન જવા માટે ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની અંધાધૂંધી સર્જાઈ હતી. મુસાફરોની એટલી મોટી ભીડ હતી કે પગ મુકવાની પણ જગ્યા ન મળે તેવી સ્થિતિ સર્જાઈ હતી. સમગ્ર ઉધના રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર નાની ઉંમરથી લઈ મોટી ઉંમરના માત્ર હજારોની સંખ્યામાં મુસાફરો જ જોવા મળ્યા હતા.

Published On - 12:35 pm, Tue, 25 October 22

Next Video