Ahmedabad : શાસ્ત્રીનગર વિસ્તારમાં ટોરેન્ટ સ્ટેશન પાસે રોંગ સાઈડ રાજુને રોકવા લગાવાયા ટાયર કિલર બમ્પ, જુઓ Video

| Edited By: | Updated on: Aug 29, 2023 | 10:00 AM

અમદાવાદ શહેરમાં રોંગ સાઇડ રાજુઓને રોકવા કોર્પોરેશને વધુ એક સ્થળે કિલર બમ્પ લગાવ્યાં છે. શાસ્ત્રીનગર વિસ્તારમાં ટોરેન્ટ સ્ટેશન પાસે રોંગ સાઈડ રાજુઓને રોકવા માટે ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા છે.

Ahmedabad : અમદાવાદ શહેરમાં રોંગ સાઇડ રાજુઓને રોકવા કોર્પોરેશને વધુ એક સ્થળે કિલર બમ્પ લગાવ્યાં છે. શાસ્ત્રીનગર વિસ્તારમાં ટોરેન્ટ સ્ટેશન પાસે રોંગ સાઈડ રાજુઓને રોકવા માટે ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા છે. જેના કારણે તે ત્રણ રસ્તાથી પેટ્રોલ પંપ જતા રોંગ સાઈડ રાજુઓની સંખ્યા ઘટી છે.

આ પણ વાંચો : Ahmedabad : ખેતી બેન્કની સાધારણ સભામાં રાજ્યપાલનું નિવેદન, 40 વર્ષમાં સરકારો જૈવિક ખેતીનું મોડલ ના આપી શકી

જો કે કેટલાક લોકો ટાયર કિલર બમ્પ પાસે છેડાના ભાગે રહેલી ખુલ્લી જગ્યામાંથી નીકળીને પસાર થતા જોવા મળી રહ્યાં છે. તો મોટાભાગના લોકોએ બંપ પરથી પસાર થાય તો ટાયર ફાટે તે ભયના કારણે યુ ટર્ન મારતા જોવા મળ્યા. જોકે સીધા જતા લોકો ટાયર કિલર બમ્પ પરથી વાહન લઈને નીકળવામાં પણ ડરતા જોવા મળ્યા. ટાયર કિલર બમ્પ પરથી પસાર થવાથી ટાયરમાં પંચર પડે તેવો વાહનચાલકોને ભય સતાવી રહ્યો છે.

 અમદાવાદ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો