અમદાવાદના ત્રણ યુવકો ઝાંઝરી ધોધમાં ડૂબ્યા, એકનો બચાવ, 2ના મોત, જુઓ
બાયડ નજીક આવેલ ઝાંઝરી ધોધમાં ત્રણ યુવકો ડૂબ્યા હતા. જેમાંથી એક યુવક બચવા માટે સફળ રહ્યો હતો. જ્યારે બે યુવકો પાણીમાં ડૂબી જતા તેમના મોત નિપજ્યા હતા. ત્રણ મિત્રો પ્રવિણ ચૌહાણ, જિતેન્દ્ર પરમાર અને પરાગ સુથાર અમદાવાદના ઓઢવથી ઝાંઝરી ધોધ ખાતે બાઈક લઈને ફરવા માટે આવ્યા હતા.
અરવલ્લીમાં બાયડ નજીક આવેલ ઝાંઝરી ધોધમાં ત્રણ યુવકો ડૂબ્યા હતા. જેમાંથી એક યુવક બચવા માટે સફળ રહ્યો હતો. જ્યારે બે યુવકો પાણીમાં ડૂબી જતા તેમના મોત નિપજ્યા હતા. ત્રણ મિત્રો પ્રવિણ ચૌહાણ, જિતેન્દ્ર પરમાર અને પરાગ સુથાર અમદાવાદના ઓઢવથી ઝાંઝરી ધોધ ખાતે બાઈક લઈને ફરવા માટે આવ્યા હતા. જ્યાં ધોધ પાસે આવેલા ચેકડેમના પાણીમાં નહાવા માટે ત્રણેય મિત્રો પડ્યા હતા.
આ દરમિયાન ત્રણેય યુવાનો ડૂબવા લાગ્યા હતા. પરંતુ એક યુવક શરુઆતમાં જ બચવાની કોશિષ કરવામાં સફળ રહ્યો હતો. પરંતુ તેના બે મિત્રો પાણીમાંથી બહાર નહીં નિકળી શકતા ડૂબી જતા બૂમાબૂમ મચાવી મુકતા આસપાસના લોકો બચાવ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ પોલીસ અને ફાયરની ટીમોને જાણ કરતા એનડીઆરએફ સહિતની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ માટે પ્રયાસ શરુ કર્યા હતા. પરંતુ બંને ડૂબી ગયેલા યુવાનના મૃતદેહ મોડી સાંજે નિકાળવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: રજાઓ ગાળવા લક્ષદ્વીપ તરફ વધી રહ્યું છે ગુજ્જુઓનું આકર્ષણ, સુંદર સ્થળના ‘બોસ’ ગુજરાતી, જાણો
