ગુજરાતમાં એકસાથે બે વરસાદી સિસ્ટમ, હવે પડશે ભારે વરસાદ – જુઓ Video

ગુજરાતમાં એકસાથે બે વરસાદી સિસ્ટમ, હવે પડશે ભારે વરસાદ – જુઓ Video

| Edited By: | Updated on: May 07, 2025 | 7:19 PM

ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસું આવી ગયું હોય એવું લાગી રહ્યું છે. એવામાં હવામાન વિભાગે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થશે તેવી શક્યતા દર્શાવી છે.

ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસું આવી ગયું હોય એવું લાગી રહ્યું છે. એવામાં હવામાન વિભાગે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થશે તેવી શક્યતા દર્શાવી છે. વાત એમ છે કે, ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 60 થી 70 કિમી પ્રતિ કલાકની પવનની ગતિ સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં એકસાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ થશે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને અમદાવાદ, આણંદ, ભાવનગર અને અમરેલીમાં અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

ગુજરાતના 161 જિલ્લાઓમાં સવારના 6 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યાના ગાળામાં એટલે કે 12 કલાકમાં 4 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં આવતીકાલથી વરસાદની ગતિ ધીમી પડી શકે છે પરંતુ આજે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 07, 2025 07:12 PM