ભાવનગર રાજકોટ હાઈવે પર ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા બે લોકોના ઘટનાસ્થળે જ મોત- વીડિયો
ભાવનગર રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. ખોડિયાર મંદિર પાસે ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક પર સવાર બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતા જ લોકોના ટોળેટોળા એક્ઠા થઈ ગયા હતા.
ભાવનગર રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટ હાઈવે પર આવેલી રાજપરા ખોડિયાર ચોકડી નજીક જ ડમ્પરે ડબલ સવારી પર જઈ રહેલ બાઈકને અડફેટે લેતા બાઈક પર સવાર બંને લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. અકસ્માતની જાણ થતા જ બનાવ સ્થળે લોકોના ટોળેટોળા એક્ઠા થઈ ગયા હતા. લોકોએ ડમ્પરચાલકને ઘેરી લીધો હતો. ઘટનાની જાણ થતા જ 108 અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
બંને મૃતદેહોની ઓળખ કરી તેમને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. રાજ્યમાં અકસ્માતનો સિલસિલો અટકી નથી રહ્યો. તાજેતરમાં જ નવા હિટ એન્ડ રન લોમાં કરાયેલા ફેરફારને લઈને ટ્રાન્સપોર્ટરો હડતાળ પર ઉતર્યા હતા. નવા હિટ એન્ડ રન લો માં 3 વર્ષની સજામાં 7 વર્ષ વધારી વર્ષની કરવામાં આવી હતી. જ્યારે દંડની રકમ પણ 7 લાખની કરવામાં આવી હતી. જેની સામે ટ્રક ચાલકો હડતાળ પર ઉતર્યા હતા.
ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
