અરવલ્લી: બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની ફરી ભાજપમાં ઘરવાપસીનો તખ્તો તૈયાર, અપક્ષમાંથી આપી શકે છે રાજીનામુ- વીડિયો

અરવલ્લીના બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ફરી ભાજપમાં જોડાઈ શકે છે. ધવલસિંહ ઝાલાની ભાજપમાં ઘર વાપસીનો તખ્તો તૈયાર થઈ ગયો છે. કાર્યકરો સાથે ચર્ચા કરી બે દિવસમાં તેઓ અંતિમ નિર્ણય લેશે.

Avnish Goswami
| Edited By: | Updated on: Jan 11, 2024 | 8:10 PM

અરવલ્લીના બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની ફરી ભાજપમાં ઘરવાપસી થઈ શકે છે. ધવલસિંહ ઝાલા ફરી ભાજપમાં જોડાય તેવા સંકેત મળી રહ્યા છે. ધવલસિંહ અપક્ષ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી ફરી ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે તેમની ભાજપમાં ઘરવાપસીનો તખ્તો તૈયાર થઈ ગયો છે. કાર્યકરો સાથે ચર્ચા કરી તેઓ બે દિવસમાં અંતિમ નિર્ણય લે તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે ધવલસિંહ ઝાલા મૂળ કોંગ્રેસી છે અને 2019માં પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયા હતા. જો કે ત્યારબાદ બાયડ બેઠક પરથી તેઓ ભાજપમાંથી પેટાચૂંટણી લડ્યા હતા પરંતુ જનતાએ જાકારો આપ્યો હતો અને બાયડથી કોંગ્રેસના જશુ પટેલની જીત થઈ હતી.

ત્યારબાદ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે બાયડથી ધવલસિંહને ટિકિટ ન આપતા તેઓ નારાજ થયા હતા. ભાજપે ધવલસિંહના બદલે ભીખીબેન પરમારને બાયડથી ઉમેદવાર બનાવ્યા હતા જ્યારે કોંગ્રેસે શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્ર વાઘેલાને ટિકિટ આપી હતી. બાયડથી ટિકિટ ન મળતા ધવલસિંહ ભાજપમાંથી છેડો ફાડી અપક્ષ ચૂંટણી લડ્યા હતા અને જંગી લીડથી જીત્યા હતા. ત્યારે હવે ફરી ધવલસિંહ અપક્ષમાંથી રાજીનામુ આપી ફરી ભાજપમાં ઘરવાપસી કરે તેવા સંકેત મળી રહ્યા છે. જો કે આ અંગે હજુ ધવલસિંહ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

આ પણ વાંચો: ભાવનગર: બાંભણિયા ગામે શિકારની શોધમાં બે સિંહોના આંટાફેરા, વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

ઓગષ્ટ મહિનામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તાલુકા કાર્યાલયના લોકાર્પણ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જ્યારે 300 થી વધુ કોંગ્રેસના કાર્યકરોએ ભાજપમાં પાટીલના હાથે કેસરીયા કર્યા હતા. આ દરમિયાન કોંગ્રેસમાંથી ભાજપમાં અને બાદમાં અપક્ષ ચૂંટણી લડીને ભાજપ સામે જ જીતનારા ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને પાટીલે સલાહ આપી હતી. ભાજપ અધ્યક્ષ પાટીલે કહ્યુ હતુ કે, ધવલસિંહ હવે ગુંદર લગાવી દો અને આમ તેમ જતા નહીં.

અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે 284 કરોડના વિકાસકાર્યોની આપી ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે 284 કરોડના વિકાસકાર્યોની આપી ભેટ
માવજીભાઈ ના માન્યા, વાવ બેઠક પર ભાજપ-કોંગ્રેસ-અપક્ષ વચ્ચે જામશે જંગ
માવજીભાઈ ના માન્યા, વાવ બેઠક પર ભાજપ-કોંગ્રેસ-અપક્ષ વચ્ચે જામશે જંગ
દિવાળીને ધ્યાનમાં લઈ 108 ઈમરજન્સી સેવા સજ્જ, તમામ કર્મચારીઓની રજા રદ
દિવાળીને ધ્યાનમાં લઈ 108 ઈમરજન્સી સેવા સજ્જ, તમામ કર્મચારીઓની રજા રદ
વાપીમાં પાર્કિંગમાં બેઠેલા યુવકને કાર ચાલકે મારી ટક્કર
વાપીમાં પાર્કિંગમાં બેઠેલા યુવકને કાર ચાલકે મારી ટક્કર
વિસનગરના બાસણામાં દારુના અડ્ડા પર જનતા રેડ
વિસનગરના બાસણામાં દારુના અડ્ડા પર જનતા રેડ
જાફરાબાદમાં MLA હીરા સોલંકીના જમાઈ પર હુમલો, 6 લોકો સામે નોંધી ફરિયાદ
જાફરાબાદમાં MLA હીરા સોલંકીના જમાઈ પર હુમલો, 6 લોકો સામે નોંધી ફરિયાદ
ટ્રેક્ટર અને ટ્રોલીની ચોરીનો ભેદ ઉકેલાયા,પોલીસે બે આરોપીની કરી ધરપકડ
ટ્રેક્ટર અને ટ્રોલીની ચોરીનો ભેદ ઉકેલાયા,પોલીસે બે આરોપીની કરી ધરપકડ
આ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં આગામી કેટલાક દિવસ સહન કરવી પડશે ગરમી
ગુજરાતમાં આગામી કેટલાક દિવસ સહન કરવી પડશે ગરમી
બેસતુ વર્ષના દિવસે અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર
બેસતુ વર્ષના દિવસે અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર
g clip-path="url(#clip0_868_265)">