રાજ્યમાં હજુ બે દિવસ કમોસમી વરસાદ થવાની શક્યતા, ખેડૂતોમાં ચિંતાનો માહોલ

|

Jan 08, 2022 | 11:39 AM

5 જાન્યુઆરીથી રાજ્યમાં પાંચ દિવસ સુધી કમોસમી વરસાદની (Unseasonal Rain) આગાહી કરવામાં આવી હતી. મહેસાણા, પાટણ અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી છે.

ગુજરાતના (Gujarat) વાતાવરણમાં (Weather) ફરી પલટો આવવાની હવામાન વિભાગે (IMD) આગાહી કરી છે. જેમાં શિયાળા દરમ્યાન કમોસમી વરસાદ (unseasonal Rain) પડી શકે છે. હવામાન વિભાગે ફરી એક વાર કમોસમી વરસાદની આગાહી કરી છે. હજુ આગામી બે દિવસ કમોસમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ (Met Department) દ્વારા હજુ બે દિવસ કમોસમી વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. તેમાં પણ ખાસ કરી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ આવવાની શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા જેવા જિલ્લામાં પણ વરસાદ પડી શકે છે.

સાથે રાજ્યમાં ઠંડીનો ચમકારો પણ જોવા મળશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં લઘુતમ તાપમાન 3થી 5 ડિગ્રી ઘટશે. જેના પગલે ઠંડી જોવા મળશે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા સહિતના જિલ્લામાં ઠંડીનો વધારો જોવા મળશે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ફરીવાર વાતાવરણમાં પલટો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સાથે સાથે ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું થવાની પણ શક્યતા છે તો માવઠાના કારણે ખેડૂતોને પાકમાં નુકસાનની ભીતિ પણ જોવા મળી રહી છે.

5 જાન્યુઆરીથી રાજ્યમાં પાંચ દિવસ સુધી કમોસમી વરસાદની (Unseasonal Rain) આગાહી કરવામાં આવી હતી. મહેસાણા, પાટણ અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી સમગ્ર રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે.

હજુ તો બે દિવસ પહેલા જ રાજ્યમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો હતો તો અમદાવાદમાં (Ahmedabad) પણ માવઠાનો માહોલ સર્જાયેલો જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ GUJARAT : જાણો કોરોનાની નવી Guidelineમાં રાત્રિ કર્ફ્યુમાં કઈ કઈ પ્રવૃત્તિઓને છૂટ અપાઈ?

આ પણ વાંચોઃ Ahmedabad: કોરોના ટેસ્ટ કરાવવા લેબોરેટરી બહાર લાગી કતારો, 100 કોવિડ RTPCR ટેસ્ટમાંથી 15થી 16 દર્દી હોય છે પોઝિટીવ

Next Video