Jamnagar Video : બેફામ બે વ્યાજખોરોએ વેપારીઓ પાસે વ્યાજ પેટે પડાવ્યા લાખો રુપિયા, આરોપી ફરાર
જામનગરમાં બેફામ બનેલા બે વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે. આસીફ સંધી નામના વેપારીએ પૈસાની જરૂર હોવાથી બે વ્યાજખોરો પાસેથી 10 ટકા લેખે વ્યાજે રૂપિયા લીધા હતા. વર્ષો સુધી વ્યાજ કરતા અનેક ગણી રકમની ભરપાઈ કરી દીધી હતી.જે બાદ પણ વ્યાજખોરોએ વધુ રકમની માગણી કરતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે બે આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ કરી છે.
Jamnagar : જામનગરમાં બેફામ બનેલા બે વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે. આસીફ સંધી નામના વેપારીએ પૈસાની જરૂર હોવાથી બે વ્યાજખોરો પાસેથી 10 ટકા લેખે વ્યાજે રૂપિયા લીધા હતા. વર્ષો સુધી વ્યાજ કરતા અનેક ગણી રકમની ભરપાઈ કરી દીધી હતી.જે બાદ પણ વ્યાજખોરોએ વધુ રકમની માગણી કરતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે બે આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ કરી છે.
આ પણ વાંચો : Jamanagar: કાલાવડનો બાલાભંડી ડેમ ઓવરફલો, નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ, જુઓ Video
બેડી વિસ્તારમાં દૂધની ડેરી ચલાવતો વેપારી બે વ્યાજખોરોની જાળમાં ફસાયો હતો. 8 લાખના 48 લાખ રૂપિયા વ્યાજ પેટે ચૂકવ્યા છતાં મકાન પણ ગુમાવ્યું હતુ.એક વ્યાજખોરને ચાર લાખનું 10 ટકા લેખે 46 લાખ ચૂકવ્યું હતું. તે બાદ પણ મુદ્દલ બાકી રહેતી હોવાથી 15 લાખ ન કિંમતના મકાનના કાગળો લખાવી લેતા ફરિયાદ નોંધાવી છે.જ્યારે બીજા વ્યાજખોરે 4 લાખના 12 લાખ પડાવી લીધા પછી આશરે 7 લાખની કિંમતના મકાનનો કબજો કર્યાની ફરિયાદ નોંધાવી છે. હાલ સિટી બી ડિવિઝન પોલીસે બન્ને વ્યાજખોરો સામે ગુનો નોંધી આરોપીને શોધવા કવાયત હાથ ધરી છે.
