Gujarati VIDEO : સુરતના લીંબાયતમાં અકસ્માતમાં બે યુવકના મોત, પરિવારજનો શોકમાં ગરકાવ

| Edited By: | Updated on: Feb 27, 2023 | 12:32 PM

શહેરના લીંબાયત વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં એક યુવકનુ ઘટનાસ્થળે જ મોત થયુ હતુ, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકનુ ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યુ છે.

સુરતમાં એક જ દિવસમાં બે અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના લીંબાયત વિસ્તારમાં  માર્ગ અકસ્માતમાં બે યુવકના કમકમાટીભર્યુ મોત નિપજ્યુ છે. અકસ્માતમાં એક યુવકનુ ઘટનાસ્થળે જ મોત થયુ હતુ, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકનુ ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યુ છે. ઘટનાની જાણ થતા જ આસપાસના વિસ્તારના લોકો અને પોલીસ પણ દોડી આવી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી હાલ વધુ તપાસ હાથ ધરી છે.માહિતી મુજબ બંને યુવકો નવસારી કામ અર્થ જઈ રહ્યા હતા,ત્યારે આ અકસ્માત નડ્યો. હાલ યુવકોના પરિવારજનોમાં શોકનુ મોજુ ફેલાયુ છે.

વિગતે વાત કરીએ તો સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી પદ્માવત સોસાયટીમાં 22 વર્ષીય સાદિક અનીસ અહમેદ અને 19 વર્ષીય હાસીમ રહીશ શેખ બંને મિત્રો સાથે વેલ્ડીંગ નું કામ કરતા હતા. ત્યારે તેમના કામ અર્થે ગતરોજ બંને મિત્રો એક સાથે બાઈક પર નવસારી ગયા હતા. જ્યાં આ અકસ્માત નડ્યો હતો.

 કામરેજના અંત્રોલી નજીક પણ ગંભીર અકસ્માત સર્જાયો

તો આ તરફ કામરેજના અંત્રોલી નજીક પણ ગંભીર અકસ્માત સર્જાયો. જેમાં 4 લોકોના મોત થયા છે. પિકઅપ ટેમ્પાના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ટેમ્પા ચાલકે ડિવાઈડર કુંદાવી સામેથી આવતા બાઇક ચાલકોનેઅડફેટે લીધા હતા. અકસ્માતમાં અન્ય 1 ને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યો છે. ઘટનાને લઈ કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Published on: Feb 27, 2023 12:31 PM