Tv9 Impact : રાજકોટ ગોંડલ ચોકડી બ્રિજ પર ગાબડું પડવા મુદ્દે Tv9ના અહેવાલની અસર અધિકારીઓએ સમારકામ કરવા આપી બાંહેધરી, જુઓ Video
રાજકોટના ગોંડલ ચોકડી ઓવરબ્રિજમાં બહારથી ગાબડું પડ્યું હોવાના અહેવાલ પ્રસારિત કર્યા હતા જે મામલે TV9ના અહેવાલની અસર સામે આવી છે. નેશનલ હાઇવે ઓથોરિટીએ TV9ને ટેલિફોનિક સંપર્ક કર્યો અને ઓથોરિટીએ ટૂંક સમયમાં ગાબડાંનું સમારકામ કરવા બાંહેધરી પણ આપી છે.
Rajkot: માત્ર 3 મહિના પહેલા જ CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ થયેલા ગોંડલ ચોકડી બ્રિજની સેફ્ટી વોલમાં ગાબડું પડતા ખળભળાટ મચ્યો છે. નવા બનેલા બ્રિજમાં ગાબડું પડતા ઓવરબ્રિજની કામગીરી શંકામાં આવી ગઇ છે. ગોંડલ ચોકડી ઓવરબ્રિજ પર પડેલા ગાબડાનો એક ભાગ નીચે પડતા એક વાહનનો કાચ પણ ફૂટ્યો છે. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ઓવરબ્રિજને લઈને અકસ્માતની ભીતિ સેવાઇ છે. જેને લઇને વાહન ચાલકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.
ગોંડલ ચોકડી ઓવરબ્રિજ મામલે TV9ના અહેવાલની અસર જોવા મળી છે. નેશનલ હાઇવે ઓથોરિટીએ TV9ને ટેલિફોનિક સંપર્ક કરીને ટૂંક સમયમાં ગાબડાંનું સમારકામ કરવાની બાંહેધરી આપી છે. આ સાથે બહારથી ગાબડું હોવાથી બ્રિજ અંદરથી સુરક્ષિત હોવાનો નેશનલ હાઇવે ઓથોરિટીએ દાવો પણ કર્યો છે.
ભુપેન્દ્ર પટેલે 5 માર્ચ 2023 માં ગોંડલ ચોકડી પર 6 લેન એલિવેટેડ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું. 1.2 કિલોમીટર લાંબો ઓવરબ્રિજ 90 કરોડના ખર્ચે તૈયાર થયો છે. તથા 150 ફૂટ રિંગરોડ, ગોંડલ રોડ અને અમદાવાદ હાઈ-વે એમ ત્રણ તરફ આ બ્રિજ ખુલે છે. જે આજે 5 જૂન એટલે કે માત્ર 3 મહિનાના ટૂંકાગાળામાં જ બ્રિજની સેફ્ટી વોલમાં ગાબડું જોવા મળી રહ્યું છે. આ બ્રિજ ગુજરાતનો પહેલો સિંગલ પિયર ફ્લાયઓવર છે.
આ પણ વાંચો : ન્યુરોપેથી થતાં હાથ-પગ ચાલતા બંધ થયા, યુવાને હિંમત હાર્યા વગર નાક વડે મોબાઈલમાં શબ્દો ટાઈપ કરવાનો બનાવ્યો રેકોર્ડ
એક જ થાંભલા પર છ લેનનો બ્રિજ દેશભરમાં અત્યાર સુધીમાં આવા ત્રણ બ્રિજ બન્યા છે. ગુજરાતનો પહેલો અને દેશનો ત્રીજો સિંગલ પિયર ઓવરબ્રિજ ચાર વર્ષની કામગીરી બાદ તૈયાર કરાયો છે. મહત્વપૂર્ણ છે કે 4 વર્ષની કામગીરી બાદ તૈયાર થયેલા બ્રિજના લોકાર્પણના હજુ 4 મહિના પણ માંડ પુરા નથી થયા ત્યાં ગાબડું પડ્યું છે. એટલે ચોક્કસથી તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો