Rajkot : આખરે ઊંઘતું તંત્ર સફાળુ જાગ્યુ ! ભાદર નદીના જર્જરિત પુલની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ

|

Sep 03, 2022 | 9:09 AM

આ પુલ જસદણ-અમદાવાદ (Jasdan-Ahmedabad) હાઈવેને જોડતો મુખ્ય પુલ હોવાથી દિવસભર અહીં વાહનોની અવરજવર રહે છે.

રાજકોટના (Rajkot) જસદણમાં ભાદર નદીનો પુલ જર્જરિત હાલતમાં હોવાના ટીવીનાઈનના (TV9 )અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે ચાર દિવસ પહેલા જ TV9 પર અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે જસદણના (Jasdan)  બાયપાસ રોડ પર આવેલો ભાદર નદીનો (Bhadar River) પુલ અત્યંત જર્જરિત હાલતમાં છે. જે બાદ ઊંઘતું તંત્ર સફાળું જાગ્યું અને યુદ્ધના ધોરણે રોડ અને પુલનું સમારકામ હાથ ધર્યું છે. મહત્વનું છે કે ચોમાસામાં (Monsoon) પુલની હાલત અત્યંત જર્જરિત થઈ ગઈ છે. પુલ પર રોડ ધોવાઈ ગયો છે અને સળિયા દેખાવા લાગ્યા છે.

વાહનચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર

20 વર્ષ થઈ ગયા હોવા છતાં પુલનું સમારકામ ન કરાતા વાહનચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર છે. આ પુલ જસદણ-અમદાવાદ હાઈવેને જોડતો મુખ્ય પુલ હોવાથી દિવસભર અહીં વાહનોની અવરજવર રહે છે. જો યોગ્ય રીતે પુલનું સમારકામ થશે તો વાહનચાલકોની મુશ્કેલી દૂર થશે.

તમને જણાવી દઈએ કે,1998માં આ પુલ બનાવવામાં આવ્યો હતો, જેને કારણે આ પુલની હાલત ખૂબ જ જર્જરિત થઈ ગઈ હતી,પરંતુ તંત્ર દ્વારા તેની યોગ્ય મરામત કરવાના બદલે અત્યાર સુધી માત્ર થિંગડા મારી ગાબડાઓ બુરી કામ કર્યાનો સંતોષ માની લેવામાં આવતો હતો. જેથી આ પુલ અકસ્માતે ધરાશાયી થાય અને જાનમાલની ખુવારી થાય તે પૂર્વે જવાબદાર તંત્રએ જાગવાની તાતી જરૂર હતી.

Next Video