ઈન્ડિયન ટેલિવિઝન એવોર્ડમાં TV9 ગુજરાતીનો દબદબો, ITAમાં જીત્યા 10 એવોર્ડ, જુઓ Video
TV9 ગુજરાતીએ ઈન્ડિયન ટેલિવિઝન એવોર્ડ (ITA)માં 10 એવોર્ડ જીતીને શાનદાર પ્રદર્શન કર્યું છે. 'સુપર પ્રાઈમ ટાઈમ' બુલેટિને ત્રણ એવોર્ડ મેળવ્યા, જેમાં શ્રેષ્ઠ પ્રાઈમ ટાઈમ ન્યૂઝ શો, શ્રેષ્ઠ કરંટ અફેર્સ શો અને શ્રેષ્ઠ ન્યૂઝ ડોક્યુમેન્ટરીનો સમાવેશ થાય છે.
ઈન્ડિયન ટેલિવિઝન એવોર્ડમાં TV9 ગુજરાતીનો દબદબો જોવા મળ્યો છે. TV9 ગુજરાતીએ ITAમાં 10 એવોર્ડ જીત્યા છે. ‘સુપર પ્રાઈમ ટાઈમ’ બુલેટિનને ત્રણ એવોર્ડ મળ્યા છે. ડેઈલી ન્યૂઝ બુલેટિનની શ્રેણીમાં ‘સુપર 6’ ને એવોર્ડ મળ્યો.
‘સુપર પ્રાઈમ ટાઈમ’ શ્રેષ્ઠ પ્રાઈમ ટાઈમ ન્યૂઝ શૉ બન્યો છે. બેસ્ટ કરન્ટ અફેર્સ શૉમાં ‘સુપર પ્રાઈમટાઈમ’ વિજેતા બન્યું છે. મહત્વનું છે કે, ન્યૂઝ ડોક્યુમેન્ટરી લિમિટેડ એપિસોડ્સમાં ‘સુપર પ્રાઈમટાઈમ’ જીત્યું.
એન્ટરટેઈનમેન્ટ ટોક શૉ, ક્રિકેટ વર્લ્ડકપ કવરેજ માટે પણ સન્માન મળ્યું. વિધિ કારિયા બેસ્ટ ટીવી ન્યૂઝ રિપોર્ટર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. એન્ટરટેઈનમેન્ટ ટોક શૉ માટે હિના ચૌહાણને એવોર્ડ મળ્યો છે.
Published on: Dec 14, 2024 11:05 PM