Ahmedabad : Tv9 Education Expo નો શિક્ષણ પ્રધાનના હસ્તે પ્રારંભ, ધો.12 બાદ કયા ક્ષેત્રમાં આગળ વધવુ તેમાં થશે મદદરૂપ

| Edited By: | Updated on: May 06, 2023 | 2:24 PM

12 ભણ્યા પછી હવે આગળ કઇ ફિલ્ડમાં જવું તે માટે મૂંજવણ અનુભવતા યુવાનો માટે TV9 દ્વારા એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. જે લોકો માટે ઘણો મદદ રૂપ બની શકે છે. અને મોટી સંખ્યામાં યુવાનો અહીં પહોંચી પણ રહ્યા છે.

રોજગારીમાં દેશમાં ગુજરાત અવ્વલ છે. આ વાત કરી છે ગુજરાતના કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલે.  અમદાવાદમાં શરૂ થયેલા TV9 એજ્યુકેશન એક્સપોમાં ઋષિકેશ પટેલે વાત કરી હતી. જેમાં તેમણે કહ્યુ કે, નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યપ્રધાન હતા ત્યારથી જ ગુજરાત સમગ્ર દેશમાં રોજગારીના મામલે પ્રથમ નંબરે છે. એટલું જ નહિં તેમણે કહ્યુ કે, લોકો રોજગારી એટલે સરકારી નોકરી સાથે જ જોડી દે છે. પરંતુ તેવું ન કરવું જોઇએ. ખાનગી સેક્ટર, ધંધામાં પણ અનેક લોકો રોજગારી મેળવે છે.

આ પણ વાંચો :  તલાટીની પરીક્ષામાં રખાશે ચાંપતી નજર, ગેરરીતિ કરનારા સામે થશે કડક કાર્યવાહી-હસમુખ પટેલ

મહત્વનું છે કે, આજથી અમદાવાદમાં TV9 એજ્યુકેશન એક્સપોની શરૂઆત થઇ છે. મિશન એમિશન અંતર્ગત આ એક્સપોની શરૂઆત કરવામાં આવી છે. 12 ભણ્યા પછી હવે આગળ કઇ ફિલ્ડમાં જવું તે માટે મૂંજવણ અનુભવતા યુવાનો માટે આ એક્સપો ઘણો મદદ રૂપ બની શકે છે. અને મોટી સંખ્યામાં યુવાનો અહીં પહોંચી પણ રહ્યા છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…