ચકલીઓની લુપ્તતા અટકાવવા પ્રયાસ ! અમદાવાદમાં માટી કલાકારે ચકલીઓ બનાવી અનોખું પ્રદર્શન યોજ્યું

|

Dec 29, 2022 | 7:55 AM

અમદાવાદની ગુફામાં માટીમાંથી બનાવલી ચકલીઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. 1 જાન્યુઆરી સુધી આ પ્રદર્શન ચાલશે. અહીં નાનામાં નાની 2 ઈંચથી લઈને બે ફુટ સુધીની ચકલીઓના સ્કલ્પ્ચર તૈયાર કરી રાખવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરના જાણીતા માટી કલાકારે ચકલીઓની લુપ્તતા અટકાવવા પ્રયાસ કર્યો છે. માટી કલાકાર જગત કિનખાબવાલાએ માટીની અવનવી ચકલીઓ બનાવી તેનું અનોખું પ્રદર્શન યોજ્યું છે. અમદાવાદની ગુફામાં માટીમાંથી બનાવલી ચકલીઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. 1 જાન્યુઆરી સુધી આ પ્રદર્શન ચાલશે. અહીં નાનામાં નાની 2 ઈંચથી લઈને બે ફુટ સુધીની ચકલીઓના સ્કલ્પ્ચર તૈયાર કરી રાખવામાં આવ્યા છે.  ચકલીઓના અલગ અલગ હાવભાવ સાથેના સ્કલ્પ્ચર તૈયાર મુલાકાતીઓ માટે આકર્ષણના કેન્દ્ર બન્યા છે.

2 ઈંચથી લઈને બે ફુટ સુધીની ચકલીઓના સ્કલ્પ્ચર તૈયાર કર્યા

આપને જણાવી દઈએ કે, ધીમે-ધીમે ચકલી સહિતા પક્ષીઓ લુપ્ત થતા જોવા મળે છે. ત્યારે જગત કિનખાબવાલાએ માટીના માધ્યમથી અવનવી ચકલીઓના સ્કલ્પચર તૈયાર કર્યા છે. અમદાવાદની ગુફામાં 1 જાન્યુઆરી સુધી આ પ્રદર્શન ચાલશે. ચકલીઓના અલગ અલગ હાવભાવ સાથેના સ્કલ્પ્ચર લોકોને ખૂબ પસંદ આવી રહ્યા છે.

Published On - 7:54 am, Thu, 29 December 22

Next Video