Bhavnagar : સરકારી ચોખા ભરેલો બિનવારસી ટ્રક ઝડપાયો, પુરવઠા વિભાગે તપાસ શરૂ કરી

|

May 06, 2022 | 8:19 PM

ભાવનગરમાં(Bhavnagar)સરકારી ચોખા ભરેલો બિનવારસી ટ્રક ચિત્રા જીઆઇડીસીમાંથી પકડાયો છે. જેમાં વહેલી સવારે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અને કાર્યકર્તાઓ દ્વારા સમગ્ર મામલાને ઉજાગર કર્યો હતો.

Bhavnagar : સરકારી ચોખા ભરેલો બિનવારસી ટ્રક ઝડપાયો, પુરવઠા વિભાગે તપાસ શરૂ કરી
Bhavnagar PDS Foof Grain Truck

Follow us on

ભાવનગરમાં (Bhavnagar) સરકારી અનાજ (Food Grain) સગેવગે કરવાના કૌભાંડનો (Scam)પર્દાફાશ થયો છે. જેમાં ચિત્રા GIDC વિસ્તારમાંથી ગરીબોને આપવાના ચોખા(Rice)સગેવગે કરવાના કૌભાંડનો ખુલાસો થયો છે. ગરીબ પરિવારોને સસ્તા ભાવે ચોખા આપવાને બદલે બારોબાર વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે..બાતમીને આધારે આમ આદમી પાર્ટી દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સરકારી અનાજ ભરેલો ટ્રક ઝડપાયો હતો.મહત્વનું છે કે અગાઉ પણ GIDCમાંથી ઘઉંનું કૌભાંડ બહાર આવ્યું હતું.જેને લઇ પુરવઠા વિભાગની કામગીરી સામે અનેક સવાલ ઉભા થયા છે.

જેમાં સરકાર દ્વારા ગરીબી રેખા નીચે આવતા પરિવાર માટે બીપીએલ કાર્ડ અંતર્ગત રેશનિંગમાંથી ત્રણ રૂપિયે કિલો ચોખા મળતા હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી રેસિંગનો માલ બારોબાર વેચાણ થતું હોય તેવા કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે આજે ફરી એક વખત બિનવારસી સરકારી ચોખા ભરેલો ટ્રક ચિત્રા જીઆઇડીસીમાંથી પકડાયો છે.. વહેલી સવારે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અને કાર્યકર્તાઓ દ્વારા સમગ્ર મામલાને ઉજાગર કર્યો હતો, પરંતુ બપોર બાદ આ ઘટનાક્રમમાં નવીન જ વળાંક સામે આવ્યો છે, જેમાં ટ્રક ના માલિક દ્વારા સમગ્ર મામલે જણાવવામાં આવ્યું હતું કે ગઈકાલ રાત્રે જે ટ્રકમાં સરકારી અનાજનો જથ્થો આવ્યો હતો.

તેમાં કોઇ અજાણ્યા ત્રણ ઈસમોએ ટ્રક ડ્રાઈવરને કુંભારવાડા FCIની બહારથી મારમારી ભગાડી મૂક્યો હતો અને ત્યાર બાદ ટ્રક ડ્રાઈવરે ટ્રકનાં માલિકને આ અંગે જાણ કરતાં ડી.ડિવિઝન પોલીસને સમગ્ર મામલ જણાવી માર માર્યા અંગેની અરજી કરાવી હતી ત્યારબાદ સરકારી બિનવારસીના અનાજના જથ્થા અંગે પુરવઠા વિભાગ અને બોરતળાવ ડી.ડિવિઝન પોલીસે સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

(With Input Ajit Gadhavi, Bhavnagar) 

 

Next Article