Vadodara: યુક્રેનમાં ફસાયેલા સ્ટુડન્ટ પરત ફર્યા, પરિવારમાં ખુશીનો માહોલ

|

Mar 05, 2022 | 10:29 PM

ભાર્ગવ મકવાણા નામનો વિદ્યાર્થી 4 માસ અગાઉ યુક્રેનના કિવ શહેરમાં અભ્યાસ માટે ગયો હતો. પરંતુ તેનો અભ્યાસ શરૂ થાય તે પહેલા જ ભાર્ગવને પરત ફરવું પડ્યું હતું. આ ઉપરાંત વડોદરા જિલ્લાના સાવલીનો વતની અને યુક્રેનમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી પણ પોતાના વતનમાં પહોંચ્યો હતો.

Russia Ukraine War : વડોદરાના(Vadodara)  શિનોર તાલુકાના સતિષાણા ગામનો વિદ્યાર્થી(Student)  યુક્રેનના કિવ શહેરમાં ફસાયેલો હતો. જે ભારત સરકારના ઓપરેશન ગંગા મિશન(Operation Ganga)  હેઠળ પરત ફરતા તેના પરિવારમાં ખુશીની માહોલ છવાયો હતો. ભાર્ગવ મકવાણા નામનો વિદ્યાર્થી 4 માસ અગાઉ યુક્રેનના કિવ શહેરમાં અભ્યાસ માટે ગયો હતો. પરંતુ તેનો અભ્યાસ શરૂ થાય તે પહેલા જ ભાર્ગવને પરત ફરવું પડ્યું હતું. આ ઉપરાંત વડોદરા જિલ્લાના સાવલીનો વતની અને યુક્રેનમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી પોતાના વતનમાં પહોંચ્યો હતો. સાવલીનો વૈભવ  પટેલ આજે હેમખેમ માદરેવતન પહોંચ્યો. વૈભવ પટેલ પોતાના ઘરે પહોંચતા વડોદરા સાંસદ તેમજ સાવલી ધારાસભ્યએ વૈભવની મુલાકાત લીધી હતી.

વડોદરા સાંસદ રંજન ભટ્ટ તેમજ સાવલી ધારાસભ્ય દ્વારા પુષ્પગુચ્છથી વૈભવનું સ્વાગત કર્યુ હતું. પુત્ર વૈભવ પરત ફરતાં પરીવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. વૈભવના માતાનું પુત્ર સાથે મિલન થતા ભાવુક થઈ ભારત સરકારનો આભાર માન્યો હતો.યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત વતન લાવવા માટે ઓપરેશન ગંગાને વધુ તેજ બનાવાયું છે. વાયુસેનાના ત્રણ વિમાન કુલ 630 ભારતીયોને લઈને પરત ફર્યું હતું. જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ હતા. બીજી તરફ ગુજરાતના અલગ-અલગ જિલ્લામાંથી યુક્રેન ગયેલા વિદ્યાર્થીઓ પરત ફરી રહ્યા છે જે ઘરે પરત ફરતાં પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.

આ પણ વાંચો : વડોદરાની SSG હોસ્પિટલની સિદ્ધિ , મોયા મોયા બીમારીની સર્જરી કરી બે બાળકોને જીવનદાન બક્ષ્યું

આ પણ વાંચો : Dahod : શિવાલયોમાં નંદી પાણી અને દૂધ પીતા હોવાની અફવા ફેલાઈ, લોકોની ભારે ભીડ

Next Video