જામનગરમાં એક ટ્રાન્સપોર્ટર અનોખી રીતે વિરોધ કર્યો છે. જામનગરનો એક ટ્રાન્સપોર્ટર વાજતે-ગાજતે ઊંટ ગાડી પાછળ ટ્રકો બાંધીને શોરૂમમાં પરત આપવા પહોંચ્યો હતો. તમને જણાવી દઇએ કે આ ટ્રાન્સ્પોર્ટરે આવો વિરોધ કેમ કર્યો ?. તાજેતરમાં જ આ ટ્રાન્સપોર્ટરે એક ખાનગી શો રૂમમાંથી 19 જેટલા ટ્રકોની ખરીદી કરી હતી.
આ પણ વાંચો : jamnagar : કમોસમી વરસાદે ઘઉંની ગુણવતા બગાડી, ખેડૂતોની આવક થઈ ઓછી, જાણો વિગત
જો કે તમામ ટ્રકોમાં ખામી હોવાથી ટ્રાન્સપોર્ટરે શો રૂમમાં ફરિયાદ પણ કરી હતી.પરંતુ ટ્રકની ખામી અંગે કોઇ નિકાલ ન આવતા ટ્રકોને ઊંટ ગાડી પાછળ બાંધીને વિરોધ નોંધાવ્યો હતો. તમામ ટ્રકોને ઊંટ ગાડી પાછળ બાંધીને ઢોલ-નગારા સાથે વાજતે ગાજતે શો રૂમમાં પરત આપવા પહોંચ્યો હતો. રૂક-રૂક કે ચલતી હૈ અપની ગાડી.તો સાંભળ્યું જ હશે, પણ અહીં તો જોવા પણ મળ્યું છે. ટ્રાન્સપોર્ટરના વિરોધને જોઇ દરેક માણસ આશ્ચર્ય ચકિત છે. પરંતુ ટ્રાન્સપોર્ટરના ટ્રકની ખામીનો નિકાલ ન આવતા તેણે આવો કીમિયો અપનાવ્યો હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…