Bhavnagar: ભરતનગર વિસ્તારમાં દુર્ઘટના, હાઉસિંગ બોર્ડના ત્રણ માળનું મકાન થયું ધરાશાયી
ભાવનગર શહેરનાં હાઉસિંગ બોર્ડનું ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. કેટલાક લોકો દબાયા હોવાની શક્યતા સેવાઇ રહી છે. હાલ 6 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આગળ ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
ભાવનગર જીલ્લામાં ભરતનગર ખાતે હાઉસિંગ બોર્ડનું ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં અમુક લોકો દબાયા હોવાની શક્યતા સેવાઇ રહી છે. મળતી માહિતી મુજબ હાલ 6 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાઉસિંગ બોર્ડના મકાનો છેલ્લા 10 વર્ષથી અત્યંત જર્જરિત બની ચુક્યા હોવાની પણ વાત સામે આવી છે. કાટમાળ હટાવી હાલ આગળની કામગીરી ફાયર વિભાગ દ્વારા હાથ ધરાઇ છે.
આ પણ વાંચો : દાહોદ મનરેગા શાખાના ઈન્ચાર્જ APO વિરૂદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપ, સ્ટેટ વિજીલન્સને રજૂઆત બાદ તપાસ શરૂ, જુઓ Video
અગાઉ આવી જ ઘટના થોડા દિવસ પહેલા અમદાવાદના વેજલપુર વિસ્તારમાં બની હતી. જે બનાવમાં સિનેમા રોડ પર ત્રણ માળના ગોલ્ડ નામનો ફ્લેટ ધરાશાયી થયો હતો. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડની ટીમ 4 થી વધુ ગાડી સાથે ઘટના સ્થળ પર પહોંચી હતી. મહત્વનુ છે કે આ ઘટનામાં 26 લોકોનો આબાદ બચાવ થયો હોવાની માહિતી પણ મળી હતી. આ ઘટના બાદ આજે ફરી વાર ભાવનગરમાં આવો બનાવ બન્યો છે. જેમાં ત્રણ માળની બિલ્ડીંગ ધરાશાયી થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોચ્યો છે. ગુજરાતમાં બનતા આવા બનાવી પર ક્યારે રોક લાગશે તે તમામ વાત તંત્રે વિચારવાની જરુર છે.
ભાવનગર અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો