Breaking News : ઘરેથી ગાડી લઈને બહાર નીકળતા પહેલા આ વાતનું ધ્યાન રાખજો, બાકી આવશે મોટો દંડ

આજ થી 15 દિવસ સુધી રાજ્યમાં ટ્રાફિક પોલીસની ઝુંબેશ શરુ થઈ છે.રાજ્યના પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓને સૂચના આપવામાં આવી છે. તેમજ કામગીરીનો દૈનિક રિપોર્ટ વડી કચેરીને મોકલવા આદેશ આપવામાં આવ્યો છે.વધતા જતા માર્ગ અકસ્માતોને અંકુશમાં લેવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે.

| Edited By: | Updated on: Feb 25, 2026 | 11:50 AM

રાજ્યભરમાં આજથી 15 દિવસ સુધી ટ્રાફિક પોલીસની વિશેષ ઝુંબેશ છે. રાજ્યના પોલીસ કમિશનર અને જિલ્લાના પોલીસ વડાને સુચના આપવામાં આવી છે. કામગીરીનો દૈનિક રિપોર્ટ વડી કચેરીએ મોકલવાનો આદેશ આપ્યો છે. વધતા જતા માર્ગ અકસ્માતોને અંકુશમાં લેવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ડ્રંક અન્ડ ડ્રાઈવ, રોન્ગ સાઈડ, બ્લેક કાચ આ પ્રકારના ગુના સામે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

ગેરકાયદેસર પાર્કિંગ અને ગેરકાયદેસર એલઈડી લાઈટ તેમજ નંબર પ્લેટ વગરના વાહનો સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.મોડીફાઇડ લાઈટના કારણે અકસ્માત થવાની ભીતિ સર્જાય છે.પ્રકાશના કારણે સામે વાહન ચાલકની આંખો અંજાઈ જાય છે,જેના પરિણામે ગંભીર અકસ્માત જેવી ઘટના બને છે.

 

 

ડ્રાઈવ દરમિયાન આ મુદ્દા પર ધ્યાન રખાશે

  • ડ્રન્ક એન્ડ ડ્રાઇવ
  • ઓવરપેસેન્જર
  • રોન્ગ સાઈડ ડ્રાઈવિંગ
  • નંબર પ્લેટ વગરના વાહનો
  • કાળા કાચ
  • હેલ્મેટ ન પહેરવા
  • ગેરકાયદેસર LED લાઈટ
  • અનધિકૃત પાર્કિંગ

 

ગુજરાત રાજ્યનાં રાજકારણનું પાટનગર એટલે ગાંધીનગર. ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર શહેર એ ગાંધીનગર જિલ્લાનું મુખ્ય મથક પણ છે. અહી ક્લિક કરો