Ahmedabd: યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો ધામધૂમથી ઉજવાશે, પગપાળા જતા યાત્રાળુઓની સુવિધા માટે ટ્રાફિક જાહેરનામુ બહાર પડાયુ

|

Mar 14, 2022 | 8:37 AM

હાથીજણથી હીરાપુર ચોકડી તરફ જવાનો રસ્તો અને જશોદાનગર ચાર રસ્તાથી હાથીજણ સર્કલ સુધી રસ્તો બંધ રહેશે. ડાકોર પદયાત્રીઓ પગપાળા જતા હોવાથી રસ્તો બંધ કરી વૈકલ્પિક વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે.

ગુજરાત (Gujarat) માં કોરોનાના કેસ ઓછા થઇ ગયા છે. ત્યારે આ વર્ષે યાત્રાધામ ડાકોર (Dakor)માં ફાગણી પૂનમનો મેળો યોજાશે. જોકે ડાકોરના ફાગણી પૂનમના મેળામાં મોટી સંખ્યામાં ભક્તો (Devotees) આવતા હોય છે ત્યારે ડાકોર જતા પદયાત્રીઓને લઈ અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે (Ahmedabad Police Commissioner Sanjay Srivastava) જાહેરનામું બહાર પાડયું છે. જેથી અકસ્માતની ઘટનાઓ ટળી શકે.

યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનો મેળમાં ભાગ લેવા મોટી સંખ્યામાં ભક્તો પગપાળા જતા હોય છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે ટ્રાફિકની યોગ્ય વ્યવસ્થા માટે જાહેરનામું બહાર પાડ્યુ છે.પગપાળા જતા યાત્રાળુઓના રોડ પર વાહનોની અવર-જવર પર કમિશનરે પ્રતિબંધ ફરમાવ્યો છે. અમદાવાદના હાથીજણ સર્કલથી હીરાપુર ચોકડી થઈ ડાકોર તરફ જવાના રોડ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

હાથીજણથી હીરાપુર ચોકડી તરફ જવાનો રસ્તો અને જશોદાનગર ચાર રસ્તાથી હાથીજણ સર્કલ સુધી રસ્તો બંધ રહેશે. ડાકોર પદયાત્રીઓ પગપાળા જતા હોવાથી રસ્તો બંધ કરી વૈકલ્પિક વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે. 14થી 18 માર્ચ સુધી તમામ ભારે વાહનોની અવર-જવર બંધ રહેશે. એક્સપ્રેસ હાઈવે તથા અસલાલી રિંગરોડ તરફ તમામ વાહનો જઈ શકશે અને જશોદાનગરથી તમામ વાહનો એક્સપ્રેસ-વે તથા નારોલ સર્કલ તરફ આવન જાવન કરી શકશે.

કોરોનાના કેસ ઓછા થઇ ગયા હોવાથી અને આ વર્ષે ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો ધામધૂમથી ઉજવાવાનો હોવાથી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-

નડિયાદ-ખેડા બાયપાસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, અમદાવાદના ચાર યુવકોના મોત

આ પણ વાંચો-

Devbhumi Dwarka: બે વર્ષ બાદ જગત મંદિરે યોજાશે ફુલડોલોત્સવ, ભક્તોમાં અનેરો ઉત્સાહ

Next Video