Navsari Video : મોડીરાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ, જિલ્લાની તમામ શાળાઓમાં આજે રજા જાહેર કરાઇ

|

Jul 28, 2023 | 9:55 AM

પૂર્ણા નદીના (Purna River) જળસપાટી વધતા કેટલાક વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે. હજુ પણ ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં આપવામાં આવી છે. જેના પગલે નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર અને ફાયર વિભાગ એલર્ટ મોડ પર છે.

Navsari : નવસારીમાં ગત મોડીરાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ કરી છે. એક કલાકના ધોધમાર વરસાદથી (Rain) જ રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. તો લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. પૂર્ણા નદીના (Purna River) જળસપાટી વધતા કેટલાક વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે. હજુ પણ ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં આપવામાં આવી છે. જેના પગલે નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર અને ફાયર વિભાગ એલર્ટ મોડ પર છે. તો નવસારી જિલ્લાની તમામ શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો-અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીની જળસપાટીમાં વધારો, પૂર્ણા નદીની જળસપાટી 16 ફૂટ થતા નવસારી પાલિકાનું તંત્ર એલર્ટ, જૂઓ Video

Next Video