અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીની જળસપાટીમાં વધારો, પૂર્ણા નદીની જળસપાટી 16 ફૂટ થતા નવસારી પાલિકાનું તંત્ર એલર્ટ, જૂઓ Video
નવસારી જિલ્લામાં અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીની જળસપાટીમાં વધારો થયો છે. નવસારીમાં ગઇકાલે ધોધમાર વરસાદ વરસ્યો છે. પૂર્ણા નદીની જળસપાટી 16 ફૂટ થતા નવસારી પાલિકાનું તંત્ર એલર્ટ થઇ ગયુ છે.
Navsari : ગુજરાતમાં ચોમાસાએ (Monsoon 2023) જમાવટ કરી છે. જો કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદે (Rain) તબાહી મચાવી છે. જેના કારણે નવસારી જિલ્લામાં અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીની જળસપાટીમાં વધારો થયો છે. નવસારીમાં ગઇકાલે ધોધમાર વરસાદ વરસ્યો છે. પૂર્ણા નદીની જળસપાટી 16 ફૂટ થતા નવસારી પાલિકાનું તંત્ર એલર્ટ થઇ ગયુ છે. સુરત, તાપી, ડાંગ જિલ્લામાં વરસાદના કારણે નદીઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયુ છે. જેના પગલે નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર અને ફાયર વિભાગ એલર્ટ મોડ પર છે.
નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Latest News