પહેલા ટામેટા પછી ડુંગળી અને હવે લસણના ભાવ ઉંચકાતા ગૃહિણીઓનું ખોરવાયુ બજેટ, સામાન્ય લોકોની પહોંચથી થયુ દૂર

| Edited By: | Updated on: Feb 09, 2024 | 10:44 PM

રાજકોટ: હાલ લસણના ભાવમાં પણ શેરબજારના ભાવની જેમ ઉછાળો જોવા મળી રહ્યો છે અને ભાવ આસમાને પહોંચી ગયા છે. 400 રૂપિયે કિલો લસણે તો હાલ ડ્રાયફ્રુટને પણ પાછળ છોડી દીધા છે અને 800 રૂપિયાની સપાટી પણ કુદાવી ગયા છે. ત્યારે લસણ સામાન્ય લોકોની પહોંચથી દૂર થતુ જાય છે. લસણના ભાવમાં તોતિંગ વધારાથી લોકો લસણ ખરીદવાનું ટાળી રહ્યા છે.

રાજ્યમાં લસણના ભાવમાં તોતિંગ વધારો થયો છે. રોજબરોજ રસોઈમાં વપરાતુ લસણ હવે આમ આદમીની પહોંચથી દૂર થઈ રહ્યુ છે તેનુ કારણે છે લસણના ભાવમાં આવેલો જબ્બર ઉછાળો. લસણના ભાવ હાલ 800 રૂપિયાની સપાટી કૂદાવી ગયા છે અને હજુ આ ભાવ વધી જ રહ્યા છે. ત્યારે ગૃહિણીઓનુ બજેટ પણ ખોરવાયુ છે. આ અગાઉ ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા હતા તે બાદ ડુંગળીએ ઉપાડો લીધો અને હવે લસણના ભાવ તો એટલા વધી ગયા છે ડ્રાયફ્રુટ કરતા મોંઘુ થઈ ગયુ છે.

ડ્રાયફ્રુટ કરતા લસણ થયુ મોંઘુ

જો કે લસણના ઉંચા ભાવનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે. રાજકોટ સહિતની માર્કેટ યાર્ડમાં હાલ એક કિલો લસણના 400થી 500 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે. સારી ગુણવત્તાના લસણના ભાવ 500થી પણ ઉંચા છે. ખેડૂતો અને વેપારીઓના મતે લસણનું વાવેતર વધી શકે છે. લસણના આટલા ભાવ વધવા પાછળના કારણો પર નજર કરીએ તો પહેલા તો લસણનું ઓછુ વાવેતર અને ઓછુ ઉત્પાદન, કમોસમી વરસાદ, નવા લસણની ઓછી આવક, જુના લસણની ડિમાન્ડ અને ઓછા સ્ટોકને કારણે ભાવ આસમાને પહોંચ્યા છે.

6 મહિનામાં લસણના 4 ગણા ભાવ વધ્યા

છેલ્લા 6 મહિનામાં લસણના 4 ગણા ભાવ વધ્યા છે. નવા લસણની આવક માર્ચ મહિનામાં થશે અને દિવાળી પહેલા લસણનો ભાવ 250 થી 300 રૂપિયે કિલો હતો. જાન્યુઆરી 24માં આ ભાવ 300 થી 350 સુધી પહોંચ્યો છે. જો આ જ સ્થિતિ રહેશે તો આવતા મહિના સુધીમાં લસણના ભાવ 800 રૂપિયા સુધી પહોંચી શકે છે.

આ પણ વાંચો: જાટ સમુદાય પર ફોકસ, સાઉથ પર નજર, ચૂંટણીના વર્ષમાં 5 ભારત રત્ન, જાણો મોદી સરકારના આ દાવ પાછળના સમીકરણ

લસણના ઉત્પાદનની વાત કરીએ તો લસણના ઉત્પાદનમાં ગુજરાત ચોથા સ્થાને છે. ગુજરાતમાં લસણનું 3.5 ટકા જ ઉકત્પાદન થાય છે અને તેમા પણ વિષમ વાતાવરણને કારણે ઉત્પાદન ઘટી જતુ હોય છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Feb 09, 2024 10:43 PM