Gujarati Video : ડીસાના ધનપુરા ગામે શૌચાલય કૌભાંડ આવ્યું બહાર , નાણાની ભરપાઈ ના કરતા TDOએ પોલીસ ફરિયાદ નોંધાવી

|

Feb 04, 2023 | 9:13 AM

ડીસા તાલુકાના ધનપુરા ગામે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત ધનપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને અનામિકા સખી મંડળને શૌચાલય બનાવવાનું કામ સોંપાયું હતું જો કે આ બંને સંસ્થાઓએ નાણાકીય ગેરરીતિ આચરી હતી.

ડીસા તાલુકાના ધનપુરા ગામે શૌચાલય કૌભાંડ બહાર આવ્યું છે. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત ધનપુરા ગામે બનેલ શૌચાલયમાં સરકારી નાણાંની ઉચાપતમાં ડીસા તાલુકા વિકાસ અધિકારીએ ચાર લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જ્યારે ડીસા તાલુકા પંચાયતમાં કામ કરતાં ત્રણ કરાર આધારિત કર્મચારીઓને છૂટા કરાયા છે.

આ પણ વાંચો : Gujarati Video: પાલનપુરના લાલાવડા ખાતે અર્બુદા રજત જયંતિ મહોત્સવની ઉજવણી,1 લાખથી વધુ લોકોએ માતાજીના દર્શન કર્યા

ડીસા તાલુકાના ધનપુરા ગામે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત ધનપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને અનામિકા સખી મંડળને શૌચાલય બનાવવાનું કામ સોંપાયું હતું જો કે આ બંને સંસ્થાઓએ નાણાકીય ગેરરીતિ આચરી અને સરકારી તિજોરી ને નુકસાન કર્યું હતું. જ્યારે શૌચાલયમાં જે દસ્તાવેજ બનાવ્યા હતા તે બનાવટી હોવાનું સામે આવ્યું છે. ધનપુરા ગામે 8.76 લાખના નાણાંની ગેરરીતિ મામલે ડીસા તાલુકા વિકાસ અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ધનપુરા દૂધ મંડળીના મંત્રી દૂધ મંડળીના ચેરમેન અનામિકા સખીમંડળના ચેરમેન અને અનામિકા સખી મંડળના વાઇસ ચેરમેન સામે તાલુકા વિકાસ અધિકારીએ ફરિયાદ નોંધાવી છે. જિલ્લા પંચાયત દ્વારા વારંવાર આ નાણાંની ભરપાઈ કરવા નોટિસોની બજવણી થઈ હતી પરંતુ આખરે આ બંને સંસ્થાના હોદ્દેદારોએ નાણાં ન ભરતા જિલ્લા વિકાસ અધિકારીની સુચનાથી ડીસા પોલીસ મથકે ડીસા તાલુકા વિકાસ અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેને લઇને ડીસા પોલીસે ચાર આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરી છે.

Next Video