Gujarati Video : બનાસકાંઠાના પાલનપુરમાં ખેમાણા ટોલ પ્લાઝા પાસેના સર્વિસ રોડ બનાવવાની માગ સાથે સ્થાનિકોનો નેશનલ હાઈવ પર ચક્કાજામ, MLA કાંતિ ખરાડી પર જોડાયા
આ તરફ નેશનલ હાઈવે ટોલ પ્લાઝા ઓથોરિટીનું કહેવું છે કે ટોલ પ્લાઝાનું સંચાલન NHAI દ્વારા કરવામાં આવે છે. જેથી સર્વિસ રોડ બનાવવો કે ટોલમાંથી મુક્તિ આપવી શક્ય નથી. કારણકે NHAIના નિયમોમાં આવા કોઈ જ ઉલ્લેખ નથી
બનાસકાંઠાના પાલનપુરમાં ખેમાણા ટોલ પ્લાઝા પાસેના સર્વિસ રોડ બનાવવાની માગ સાથે સ્થાનિકોએ નેશનલ હાઈવ પર ચક્કાજામ કર્યો હતો. સ્થાનિકોએ 20 કિમીની અંદર સર્વિસ રોડ બનાવવાની અને લોકલ ગાડીઓને ટોલ ફ્રી કરવાની માગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી અને સ્થાનિકોએ હાઈવે પર સૂત્રોચ્ચાર સાથે ધરણા ધર્યા હતા. ચક્કાજામને પગલે નેશનલ હાઈવ નંબર-8 પર બંને તરફ અંદાજે પાંચ કિલોમીટરથી લાંબી વાહનોની કતાર લાગી હતી જેને કારણે કલાક સુધી ટ્રાફિકજામની સ્થિતિ બની હતી.
આ પણ વાંચો : Banaskantha : અર્બુદાધામ રોશનીથી ઝળહળી ઉઠ્યુ, 30 હજારથી વધુ લોકોએ મા અર્બુદાની કરી મહા આરતી, જુઓ VIDEO
આ તરફ નેશનલ હાઈવે ટોલ પ્લાઝા ઓથોરિટીનું કહેવું છે કે ટોલ પ્લાઝાનું સંચાલન NHAI દ્વારા કરવામાં આવે છે. જેથી સર્વિસ રોડ બનાવવો કે ટોલમાંથી મુક્તિ આપવી શક્ય નથી. કારણકે NHAIના નિયમોમાં આવા કોઈ જ પ્રાવધાન નથી. જો કે નેશનલ હાઈવે ઓથોરિટી પેસેન્જર ભરીને ચાલતા ખાનગી વાહનોને દર મહિને 300 રૂપિયાનો પાસ આપે છે, જે ગમે ત્યારે ગમે તે સમયે આવી અને જઈ શકે છે.સાથે જ તે ખાતરી આપવામાં આવી છે કે સ્થાનિકોની આ માગ અંગે હાઈવે ઓથોરિટી સમક્ષ મુકવામાં આવશે અને ઓથોરિટીના નિર્ણય પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે.