Jamnagar Video: બોરવેલમાંથી રેસ્કયૂ કરાયેલા બાળકની તબિયત ગંભીર, બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો

|

Feb 08, 2024 | 12:33 PM

જામનગરના બોરવેલમાંથી રેસ્કયૂ કરાયેલા બાળકની શ્વાસોશ્વાસની પ્રક્રિયા નોર્મલ કરવા માટે તબીબોની ટીમ સતત પ્રયાસ કરી રહી છે. જીજી હોસ્પિટલના બાળકોના વોર્ડમાં સિનિયર તબીબોની ટીમ બાળકના આરોગ્ય પર સતત નજર રાખી રહી છે.

જામનગરના લાલપુર ગોવાણા ગામે બોરવેલમાંથી રેસ્કયૂ કરાયેલા બાળકની તબિયત હાલ ગંભીર છે. 9 કલાકની જહેમત બાદ બાળકને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. હાલ બાળક જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બાળકની તબિયત ગંભીર થતા બાળક રાજને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે.

બાળકના આરોગ્ય માટે લોકો કરી રહ્યા છે પ્રાર્થના

બોરવેલમાંથી રેસ્કયૂ કરાયેલા બાળકની શ્વાસોશ્વાસની પ્રક્રિયા નોર્મલ કરવા માટે તબીબોની ટીમ સતત પ્રયાસ કરી રહી છે. જીજી હોસ્પિટલના બાળકોના વોર્ડમાં સિનિયર તબીબોની ટીમ બાળકના આરોગ્ય પર સતત નજર રાખી રહી છે. બોરવેલમાં 9 કલાક સુધી જીવન સામે સંઘર્ષ કરનાર બાળક રાજ હાલ હોસ્પિટલમાં જીવનની લડાઈ લડી રહ્યો છે. લોકો બાળકના આરોગ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.

શું હતી સમગ્ર ઘટનાક્રમ ?

મહત્વનું છે કે ગોવાણા ગામમાં 2 વર્ષનો બાળક ઘર પાસે રમી રહ્યો હતો, જો કે અચાનક તે રમતા રમતા બોરવેલમાં 10 થી 12 ફૂટ ઉંડે ખાબક્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ અને 108ની ટીમ તેમજ પોલીસ મદદે પહોંચી હતી. બાળકને બહાર કાઢવા રેસ્ક્યુ ટીમની મદદ લેવામાં આવી હતી.વડોદરાના NDRFના હેડ ક્વાર્ટરથી રેસ્ક્યુ માટે જરૂરી આધુનિક સંસાધનો સાથે એક ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ હતી.

જેસીબીથી નજીકમાં ખાડો ખોદીને બાળકને બહાર કાઢવાની કામગીરી શરુ કરવામાં આવી હતી. બાળકને બોરવેલમાં એક્સીજન પણ પહોંચાડવામાં આવ્યો હતો. ફાયરની ટીમ અને પોલીસની પણ રેસ્ક્યૂની કામગીરીમાં મદદ લેવાઇ હતી.આખરે ગઇકાલે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે બાળકને સફળતા પૂર્વક બહાર કાઢી લેવામાં આવ્યો હતો.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video