આજનું હવામાન : રાજ્યમાં ઠંડીનો ચમકારો, નલિયામાં 9.2 ડિગ્રી તાપમાન નોંધાયુ, જુઓ વીડિયો

|

Mar 05, 2024 | 10:09 AM

આજે અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, છોટઉદેપુર, જુનાગઢ, ખેડા, મોરબી, નર્મદા, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ તરફ આજે ભરુચ, બોટાદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, જામનગર, તાપી સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મંગળવારે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. આજે અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, છોટઉદેપુર, જુનાગઢ, ખેડા, મોરબી, નર્મદા, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ તરફ આજે ભરુચ, બોટાદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, જામનગર, તાપી સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. ગાંધીનગર, કચ્છ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. પોરબંદર, ભાવનગરમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બનાસકાંઠામાં 27 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.અમદાવાદ, ભાવનગર, ગાંધીનગર, મહીસાગર, મોરબી, પંચમહાલ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આણંદ, બોટાદ, છોટાઉદેપુર, ગીર સોમનાથ,ખેડા, નર્મદા સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

ગુજરાતભરમાં ઠંડીનો ચમકારો યથાવત

ગુજરાતભરમાં ઠંડીનો ચમકારો યથાવત રહે છે. રાજ્યના 9 શહેરોમાં 15 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું છે. તેમજ આજથી હવે ઠંડીનું જોર તબક્કાવાર ઘટવા લાગે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવ્યુ છે. નલિયામાં 9.2 ડીગ્રી જ્યારે રાજકોટમાં 10.4 ડીગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 13.3 ડીગ્રી જ્યારે પોરબંદરમાં 10.6 ડીગ્રી તાપમાન નોંધાયું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video