આજનું હવામાન : ગુજરાતમાં કડકડતી ઠંડીના કહેર વચ્ચે કમોસમી વરસાદની આગાહી, 13 જિલ્લામાં માવઠાની સંભાવના, જુઓ Video

| Updated on: Dec 24, 2024 | 8:41 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 26 થી 29 ડિસેમ્બર ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠું પડે તેવી શક્યતા છે.

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

આ ઉપરાંત કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં માવઠાની શક્યતા છે. તેમજ મહિસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની પડે તેવી આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર પૂર્વ રાજસ્થાનથી પવન ફૂંકાતા અસર દેખાઈ છે.

જાણો રાજ્યમાં કેટલું રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ખેડા, મહીસાગર, પોરબંદર, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, મહેસાણા, પાટણ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 12 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ સુરેન્દ્રનગર, જુનાગઢમાં 13 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

Published on: Dec 24, 2024 08:10 AM