આજનું હવામાન : ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી, આ વિસ્તારોમાં પહાડી રાજ્યો જેવા વાતાવરણનો થશે અહેસાસ, જુઓ Video

| Updated on: Dec 11, 2024 | 7:53 AM

હવામાન વિભાગ દ્વારા લોકોને ધ્રુજાવી દેતી ઠંડીની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં ગુજરાતમાં શીતલહેરની આગાહી કરવામાં આવી છે. જે અંતર્ગત અનેક જિલ્લાઓમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા 2 – 3 દિવસથી કાતિલ ઠંડી પડી રહી છે. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા લોકોને ધ્રુજાવી દેતી ઠંડીની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં ગુજરાતમાં શીતલહેરની આગાહી કરવામાં આવી છે. જે અંતર્ગત અનેક જિલ્લાઓમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની અસર વર્તાવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. તેમજ આજે સવારથી જ ગુજરાતમાં લોકોને કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યો જેવી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.તાપામાનનો પારો એક જ રાતમાં 1થી 5 ડિગ્રી ઘટી જતા લોકો ઠૂઠવાઈ ગયા હતા.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, આણંદ, અરવલ્લી, બોટાદ, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં 13 ડિગ્રી ન્યૂનતમ તાપામાન રહે તેવી સંભાવના છે. તેમજ જામનગર, નર્મદા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપામાન રહે તેવી શક્યતા છે.ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, રાજકોટ,સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 12 ડિગ્રી ન્યૂનતમ તાપામાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત સાબરકાંઠા, મહેસાણા, મોરબી, કચ્છ, દાહોદ, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં 11 ડિગ્રી ન્યૂનતમ તાપામાન રહે તેવી શક્યતા છે.