આજનું હવામાન : ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં પણ ગુજરાતમાંથી ઠંડી ગાયબ, આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા, જુઓ Video
સામાન્ય રીતે ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં ગુજરાતમાં કડકડતી ઠંડીનો અનુભવ થતો હોય છે, પરંતુ આ વર્ષે સ્થિતિ થોડી અલગ જોવા મળી રહી છે. હિમાલય તરફથી આવનારા ઉત્તર દિશાના પવનોની ગતિ નબળી રહેતા રાજ્યમાં ઠંડીનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટ્યું છે. ખાસ કરીને પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તરફ સક્રિય દબાણના ક્ષેત્ર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતમાંથી ઠંડા પવનો ગુજરાત સુધી પહોંચી શક્યા નથી.
સામાન્ય રીતે ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં ગુજરાતમાં કડકડતી ઠંડીનો અનુભવ થતો હોય છે, પરંતુ આ વર્ષે સ્થિતિ થોડી અલગ જોવા મળી રહી છે. હિમાલય તરફથી આવનારા ઉત્તર દિશાના પવનોની ગતિ નબળી રહેતા રાજ્યમાં ઠંડીનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટ્યું છે. ખાસ કરીને પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તરફ સક્રિય દબાણના ક્ષેત્ર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતમાંથી ઠંડા પવનો ગુજરાત સુધી પહોંચી શક્યા નથી.જેના કારણે હજુ પણ ગુજરાતમાં શિયાળો એકદમ જામી ગયો હોય તેવુ જોવા નથી મળી રહ્યુ.
ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાતા ફરી શિયાળાની અનુભૂતિ થશે
હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેવાને કારણે રાજ્યમાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહે છે અને રાત્રીના સમયે પણ ઠંડીની તીવ્રતા અનુભવાતી નથી. દિવસ દરમિયાન હળવી ગરમી અને રાતે સામાન્ય ઠંડક જેવી સ્થિતિ સર્જાઈ છે. જો કે હવામાન વિભાગનું માનવું છે કે આગામી બે દિવસ બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટશે. તેની સાથે જ ઉત્તર અને ઉત્તર-પૂર્વીય દિશામાંથી આવનારા પવનોની ગતિમાં વધારો થવાની શક્યતા છે. પવનની દિશા બદલાતા રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થશે અને ફરી એકવાર શિયાળાની સાચી અનુભૂતિ થશે.
આગામી દિવસોમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા છે. લોકો હજુ થોડા દિવસ રાહ જોવી પડશે, ત્યારબાદ ડિસેમ્બરની પરંપરાગત ઠંડી ગુજરાતમાં દસ્તક આપશે તેવી આગાહી કરવામાં આવી છે.