Gujarati Video : બનાસકાંઠાના ઊચોસણ ગામે તળાવમાં ત્રણ કિશોર ડુબ્યા, તળાવમાં કપડાં ધોવા ગયા હતા ત્યારે બની ઘટના

Gujarati Video : બનાસકાંઠાના ઊચોસણ ગામે તળાવમાં ત્રણ કિશોર ડુબ્યા, તળાવમાં કપડાં ધોવા ગયા હતા ત્યારે બની ઘટના

| Edited By: | Updated on: May 06, 2023 | 7:06 AM

બનાસકાંઠા સુઈગામના ઉચોસણ ગામના તળાવમાં ત્રણ કિશોર ડુબ્યા છે. ગામના તળાવમાં કપડાં ધોવા ગયા હતા ત્યારે આ સમગ્ર ઘટના બની છે. ભાઈને બચાવવા જતાં સાથે બને બહેનોના પણ મોત નિપજ્યાં છે. 

પિતરાઇભાઈને બચાવવા જતાં ભાઈ સાથે બે સગી બહેનો તળાવમાં ડૂબી જતાં મોત નીપજયું હોવાની ઘટના સામે આવી છે. બનાસકાંઠામાં એક ગામમાં કપડાં ધોતી વખતે આ ઘટના બની હતી. બનાસકાંઠા સુઈગામના ઉચોસણ ગામના તળાવમાં ત્રણ કિશોર ડુબ્યા છે. મહત્વનુ છે કે એક જ પરિવારના ત્રણ કિશોરના તળાવમા ડૂબવાથી મોત થયા ગામમાં શોકનો માહોલ છ્વાયો છે. ઊંડાણ વાળા પાણી માં કપડાં ધોવા જતાં આ દુર્ઘટના ઘટી હોવાની વાત સામે આવી છે.

આ પણ વાંચો : પાલનપુરમાં આરોગ્ય વિભાગની ટીમે હાથ ધર્યુ ચેકિંગ, 1200 કિલો અખાદ્ય મરચાનો જથ્થો સીઝ

સૂઈગામ ખાતેજ એક ઊંડું તળાવ આવેલું છે અને આ તળાવમાં એક પરિવારના 3 લોકો ડૂબ્યા. ગામના તળાવમાં કપડાં ધોવા ગયા હતા ત્યારે આ સમગ્ર ઘટના બની છે. પિતરાઇ ભાઇ કપડાં ધોટી વખતે પાણીમાં ડૂબ્યો હતો જેકે તેને બચાવવા જતાં બે સગી બહેનો પણ તળાવમાં ડુબી હતી. જોકે આસપાસના લોકોને આ ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘણી જહેમત બાદ પણ ડૂબતાં લોકોને બચાવવામાં ગ્રામ જનો નિષ્ફળ રહ્યા હતા. જેને કારણે 3 લોકોનું કરૂણ મોત નીપજયું છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

  ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Published on: May 06, 2023 07:03 AM