Breaking News : આગામી 24 કલાક ભારે, ગુજરાત પર એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, 50-60 કિમીની ઝડપે પવન ફૂંકાશે

Breaking News : આગામી 24 કલાક ભારે, ગુજરાત પર એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, 50-60 કિમીની ઝડપે પવન ફૂંકાશે

| Updated on: May 28, 2025 | 7:59 AM

ગુજરાતમાં હવામાન ફરીથી ભયાનક બની રહ્યુ છે. હવામાન વિભાગે રાજ્યના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે. વાવાઝોડું જેવી સ્થિતિ સર્જી શકે એવી ત્રણ વરસાદી સિસ્ટમની સક્રિયતા જોવા મળી રહી છે. આ ભયાનક વરસાદથી ઘણા નુકસાનની શક્યતા પણ સેવાઇ રહી છે. ખાસ કરીને ખેડૂતોને સતર્ક રહેવા જણાવવામાં આવ્યુ છે. 

આ જિલ્લામાં આપવામાં આવ્યુ ઓરેન્જ એલર્ટ

દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી સતત વરસાદ પડી શકે છે અને તેમાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે. ખાસ કરીને ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની ચેતવણી સાથે સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

દીવ-દમણમાં વાતાવરણમાં પલટો

સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ વરસાદી મિજાજ જામ્યો છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડી શકે છે. તંત્રએ તાકીદના પગલા રૂપે તટવર્તી વિસ્તારોમાં અવરજવર પર નજર રાખવા સૂચના આપી છે.

ભારે વાવાઝોડુ ફુંકાવાની શક્યતા

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પવનની ઝડપ 50 થી 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ સાથે દરિયામાં પણ ઊંચા મોજા ઉછળી શકે છે, જેના કારણે માછીમારોને આગામી કેટલાક દિવસો માટે દરિયો ન ખેડવાની ચેતવણી અપાઈ છે. રાજ્ય સરકારે આ સ્થિતિના પગલે દરેક જિલ્લાના સ્થાનિક તંત્રને સક્રિય રહેવા સૂચના આપી છે.

મહત્વનું છે કે મુંબઈ સહિત દેશભરમાં ચોમાસુ શરૂ થઈ ચૂક્યુ છે. હવે ચોમાસુ 120 કિલોમીટર જેટલું જ ગુજરાતથી દૂર છે. એટલે કે આગામી દિવસોમાં ચોમાસું ગુજરાતમાં પધરામણી કરી શકે છે. આમ જોઈએ તો સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું 15 જૂને આવે છે. પરંતુ આ વખતે તો જૂનની શરૂઆતમાં જ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થાય તેવી શકયતાઓ ઉભી થઇ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં તો વરસાદ વરસી જ રહ્યો છે. પરંતુ રવિવારે અને સોમવારે મધ્ય ગુજરાતથી લઇને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં તોફાની વરસાદ ત્રાટક્યો હતો.

સામાન્ય રીતે રોજબરોજના તાપમાનને હવામાન કહેવાય છે. જ્યારે આબોહવામાં થતા ફેરફારને પણ આપણે હવામાન તરીકે ઓળખીએ છે. ભારતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ આ રીતે ત્રણ પ્રકારની ઋતુઓ હોય છે. ઋતુઓને લગતા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

Published on: May 27, 2025 02:48 PM