દ્વારકા: પાનેલી ગામે નદીમાં ફસાયેલા 3 ને બચાવાયા, હેલિકોપ્ટરથી રેસક્યૂ કરાયું, જુઓ વીડિયો

|

Jul 22, 2024 | 4:07 PM

હેલિકોપ્ટર વડે રેસક્યૂ કરીને તે ત્રણેય લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. પાનેલીમાં આ લોકો વાડી વિસ્તારમાં હતા અને તેમનું બહાર નિકળવું મુશ્કેલ બની ગયું હતુ. ક્લેકટર પણ જણાવ્યું હતુ, કે હવે કોઈ વ્યક્તિ ફસાયેલ નથી. 11 લોકો ફસાયેલા હોવાનું જણાતા તે તમામને રેસક્યૂ કરી લેવામાં આવ્યું હતુ.

દ્વારકાના પાનેલી ગામે નદીમાં ત્રણ લોકો ફસાઈ ગયા હતા. સ્થાનિક નદીમાં ઘોડા પૂર આવવાને લઈ આ લોકો ફસાઈ જવા પામ્યા હતા . જેમને બચાવવા માટે એનડીઆરએફની પણ મદદ લેવામાં આવી હતી. પરંતુ આ ત્રણ લોકોને બચાવવા મુશ્કેલ થતા આખરે જામનગરના સાંસદ પૂનમ માડમ દ્વારા તંત્ર સાથે વાત કરવામાં આવી હતી.

સાંસદ દ્વારા તંત્રને વાત કરીને હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેની મદદથી રેસક્યૂ કરીને તે ત્રણેય લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. પાનેલીમાં આ લોકો વાડી વિસ્તારમાં હતા અને તેમનું બહાર નિકળવું મુશ્કેલ બની ગયું હતુ. ક્લેકટર પણ જણાવ્યું હતુ, કે હવે કોઈ વ્યક્તિ ફસાયેલ નથી. 11 લોકો ફસાયેલા હોવાનું જણાતા તે તમામને રેસક્યૂ કરી લેવામાં આવ્યું હતુ.

 

આ પણ વાંચો: પ્રધાન ભીખુસિંહ પરમાર સૌથી છેલ્લે હિંમતનગર સિવિલ પહોંચ્યા, થોડીવારમાં જ પરત ફર્યા, જુઓ વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video