Winter 2022: કાતિલ ઠંડીથી ઠુઠવાવા રહેજો તૈયાર, અમદાવાદમાં બે દિવસ કોલ્ડવેવ, કચ્છ-નલિયામાં સિવિયર કોલ્ડવેવ રહેશે

|

Jan 25, 2022 | 8:52 AM

રાજ્યમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરુ થવાનો છે. રાજ્યમાં ફરી એકવાર કાતિલ ઠંડી પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આગામી 3 દિવસ સુધી કોલ્ડ વેવની આગાહી કરાઈ છે.

ગુજરાતીઓ હજી પણ વધુ કાતિલ ઠંડી (cold)નો સામનો કરવા તૈયાર રહેજો. હજી પણ રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી હાડ થીજવતી ઠંડી પડવાની હવામાન વિભાગે (Meteorological Department) આગાહી કરી છે. અમદાવાદ, ગાંધીનગર, સુરતમાં ઠંડીનો 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. રાજ્યના 9 શહેરમાં 10 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે.

રાજ્યમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરુ થવાનો છે. રાજ્યમાં ફરી એકવાર કાતિલ ઠંડી પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. બે દિવસ માટે અમદાવાદમાં કોલ્ડવેવ રહેશે. જ્યારે બે દિવસ કચ્છ અને નલિયામાં સિવિયર કોલ્ડ વેવની અસર રહેશે. રાજ્યના 9 શહેરોમાં 10 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું. ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન નલિયા કરતા પણ નીચું 4.3 ડિગ્રીએ પહોંચી જતા હાડ થીજવતી ઠંડી પડી રહી છે.

નલિયામાં 4.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદ શહેરનું તાપમાન 6.7 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે અમદાવાદ, વડોદરા, ભરૂચ, આણંદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અમરેલી, મોરબી, ભાવનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, જૂનાગઢમાં કોલ્ડવેવની આગાહી કરી છે. ઉત્તર પૂર્વીય પવનોને કારણે રાજ્યમાં ઠંડી વધી રહી છે તો બીજી તરફ લોકોને સાવચેતી રાખવા હવામાન વિભાગે અપીલ કરી છે. બાળકો, સગર્ભા અને વૃદ્ધો તેમજ બીમાર લોકોને સાવચેત રહેવા સૂચના આપી દેવામાં આવી છે..

રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી હવામાન સતત બદલાતુ જોવા મળી રહ્યુ છે. ગુજરાતમાં ઠંડીના પ્રથમ રાઉન્ડે લોકોને થીજવી દીધા હતા અને લોકોમાં શરદી-ઉધરસ સહિતની બીમારીઓ ફેલાઈ છે. ત્યારબાદ કમોસમી વરસાદે ફરીથી વાતાવરણને બદલી નાખ્યુ. હવે ફરીથી રાજ્યમાં કોલ્ડ વેવની આગાહી આપવામાં આવી છે. એક તરફ કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે, ત્યારે લોકોએ બદલાતી ઋતુ વચ્ચે સ્વાસ્થ્ય વિશે ખાસ તકેદારીઓ રાખવાની જરુર છે.

આ પણ વાંચો- ખેડા : ગુજરાતના 10 હજાર ગામોમાં રમત ગમતના મેદાનો અને પુસ્તકાલયોને વિકસાવવાનું કામ કરાશે : કેબિનેટ મંત્રી અર્જૂનસિંહ ચૌહાણ

આ પણ વાંચો- કોરોના સંક્રમિત થયા બાદ કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશીયારાની તબીયત લથડી, હાલ સિમ્સ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર

Next Video