Banaskantha : વકીલને PSIની પરીક્ષા પાસ કરાવવાની લાલચ આપી છેતરપિંડી કરનાર સકંજામાં, જુઓ Video

|

Sep 11, 2023 | 9:49 AM

ઢોલિયા ગામના વકીલને ત્રણ આરોપીઓએ PSIની પરીક્ષા પાસ કરાવવાની લાલચ આપી હતી અને પરીક્ષામાં પાસ કરાવવા માટે 20 લાખ રૂપિયામાં સોદો નક્કી કર્યો હતો. જેના ભાગરૂપે ફરિયાદી વકીલે એડવાન્સમાં આરોપીઓને બે લાખ રૂપિયા રોકડા આપ્યાં હતા, પરંતુ ત્યારબાદ PSIની પરીક્ષામાં નાપાસ થયેલા વકીલે આરોપી પાસેથી પોતાના રૂપિયા પરત માગ્યા હતા. જેને પરત આપવાનો આરોપીઓએ ઇનકાર કર્યો હતો.

Banaskantha : બનાસકાંઠાના અમીરગઢમાં ઢોલિયા ગામના વકીલને PSIની પરીક્ષા પાસ કરાવવાની લાલચ આપી છેતરપિંડી (Fraud) કરનાર આરોપી પોલીસ સકંજામાં આવી ગયો છે. પોલીસે આરોપી બળવંતસિંહ ઠાકોરની અટકાયત કરી છે. જ્યારે અન્ય ફરાર બે આરોપીઓની (accused) શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો- Video : અમદાવાદ શહેરને આજે મળશે નવા મહિલા મેયર, 1950થી અત્યાર સુધીમાં શહેરને 5 મહિલા મેયર મળ્યા

બનાવની વાત કરીએ તો ઢોલિયા ગામના વકીલને ત્રણ આરોપીઓએ PSIની પરીક્ષા પાસ કરાવવાની લાલચ આપી હતી અને પરીક્ષામાં પાસ કરાવવા માટે 20 લાખ રૂપિયામાં સોદો નક્કી કર્યો હતો. જેના ભાગરૂપે ફરિયાદી વકીલે એડવાન્સમાં આરોપીઓને બે લાખ રૂપિયા રોકડા આપ્યાં હતા, પરંતુ ત્યારબાદ PSIની પરીક્ષામાં નાપાસ થયેલા વકીલે આરોપી પાસેથી પોતાના રૂપિયા પરત માગ્યા હતા. જેને પરત આપવાનો આરોપીઓએ ઇનકાર કર્યો હતો.

જેથી વકીલે બળવંતસિંહ ઠાકોર સહિત ત્રણ આરોપી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. હાલ તો પોલીસે આરોપીની અટકાયત કરી અન્ય લોકો સાથે છેતરપિંડી કરી છે કે નહીં તે દિશામાં પૂછપરછ હાથ ધરી છે.

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video