દારૂકાંડમાં જવાબદારોને બક્ષવામાં આવશે નહીં: DGP આશિષ ભાટિયા
પત્રકાર પરિષદમાં ડીજીપી આશિષ ભાટિયાએ (DGP Ashish Bhatiya) જણાવ્યું હતું કે, ઘટનામાં જાવબાદાર કોઇને પણ બક્ષવામાં આવશે નહીં અને જવાબદોર સામે કડક પગલાં લેવામાં આવશે. ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે પોલીસે આ ઘટનામાં 475 લિટર કેમિકલ જપ્ત કર્યું છે
બોટાદમાં જે (botad) દારૂકાંડની ઘટના બની તે અંગે આજે ગૃહ વિભાગ દ્વારા પત્રકાર પરિષદને સંબોધન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં ડીજીપી આશિષ ભાટિયાએ (DGP Ashish Bhatiya) જણાવ્યું હતું કે, ઘટનામાં જાવબાદાર કોઇને પણ બક્ષવામાં આવશે નહીં અને જવાબદોર સામે કડક પગલાં લેવામાં આવશે. ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે પોલીસે આ ઘટનામાં 475 લિટર કેમિકલ જપ્ત કર્યું છે. અને તે બધાસામે કામગીરી થઈ રહી છે. પોલીસ તેમજ સ્ટેટ મોનિટરિંગ સેલ (State monitering Cell) દ્વારા ચાલુ વર્ષે દેશી દારૂના મુદ્દે 693 વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે 20 લિટરથી વધુ દારૂ પકડાય તો આ વાહનો પોલીસ જપ્ત કરે છે અને તે જપ્તીમાં જ પડ્યા રહે છે સાથે જ તેમણે કહ્યું હતું કે વિદેશી દારૂ અંગેની પણ 2022માં અત્યાર સુધી 15 હજાર ગુનાઓ નોંધાયેલા છે અને પાસા કાયદા હેઠળ 314 ની ધરપકડ કરવામાં આવી છે.
ચાલુ વર્ષે દેશી દારૂ મુદ્દે 70 હજાર જેટલા ગુના નોંધાયા
બોટાદમાં થયેલી ઘટના બાદની પોલીસની કામગીરી તેમજ દેશી ભઠ્ઠીઓમાં પાડવામાં આવેલી રેડ અંગેની માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે પોલીસ તેમજ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ચાલુ વર્ષે દેશી દારૂના મુદ્દે 70 હજાર કેસ દાખલ કરવામાં આવ્યા છે તો આ ગુનામાં 693 વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે 20 લિટરથી વધુ દારૂ પકડાય તો આ વાહનો પોલીસ જપ્તીમાં પડ્યા રહે છે સાથે જ તેમણે કહ્યું હતું કે વિદેશી દારૂ અંગેની પણ 2022માં અત્યાર સુધી 15 હજાર ગુનાઓ નોંધાયેલા છે અને પાસા કાયદા હેઠળ 314 ની ધરપકડ કરવામાં આવી છે. તો અન્ય ગુનેગારોને તડીપાર પણ કરવામાં આવ્યા છે.
ઉપરાંત પત્રકાર પરિષદમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આવી ઘટનાઓ તમારી આસપાસ બનતી હોય તો તેની માહિતી state monitoring Cell ને આપજો, દારૂ સમાજનું સૌથી મોટું સમાજનું દૂષણ છે આપણે એક થઇને આ દૂષણને ડામવું પડશે. આ લઠ્ઠો છે કે કેમિકલ તેમાં પડવાની જરૂર નથી. આવી ઘટનાઓ અંગે 100 ટકા કડક પગલાં લેવામાં આવશે. 10 દિવસમાં આ કેસની ચાર્જશીટ પૂર્ણ કરવામાં આવશે. SIT ના રિપોર્ટ પ્રમાણે દોષિતો સામે પગલાં લેવામાં આવશે. ફાસ્ટ્ ટ્રેક કેસમાં દારૂ કાંડનો કેસ ચલાવવામાં આવશે. આ ઘટનામાં કેમિકલ ચોરાયું ત્યારથી માંડીને વેચનાર તમામ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. આવી ઘટનાઓ તમારી આસપાસ બનતી હોય તો તેની માહિતી state monitoring Cell ને આપજો, દારૂ સમાજનું સૌથી મોટું સમાજનું દૂષણ છે આપણે એક થઇને આ દૂષણને ડામવું પડશે.