Gujarati Video : બારડોલીમાં ધામદોડ રોડ પર તસ્કરોનો આતંક, 2 તસ્કરો CCTV કેમેરામાં થયા કેદ

| Edited By: | Updated on: May 12, 2023 | 10:58 PM

ધામદોડ રોડ પર તસ્કરોનો આતંક સામે આવ્યો છે. 2 તસ્કરો CCTV કેમેરામાં કેદ થયા છે. નેચર વીલા સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હોવાનો બનાવ બન્યો છે. નીલગીરીના ખેતરમાંથી તસ્કરો પ્રવેશ્યા જે બાદ તસ્કરોએ 4 ઘરના દરવાજા બહારથી બંધ કર્યા હતા.

વધી રહેલા ચોરીના કિસ્સાને લઈ લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. ત્યારે સોસાયટી હોય દુકાનો હોય કે અન્ય સ્થળોએ ચોરનો ત્રાસ યથાવત રહેવા પામ્યો છે. ત્યારે હાલ ફરી સુરતના બારડોલીમાં એક ચોરીનો બનાવ સામે આવ્યો છે. બારડોલીના ધામદોડ રોડ પર તસ્કરોએ આતંક મચાવ્યો છે. નેચર વીલા સોસાયટીમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા અને સોસાયટીમાં પ્રવેશ્યા હતા. મહત્વનુ છે કે સોસાયટીની પાસે આવેલા નીલગીરીના ખેતરમાંથી તસ્કરોએ સોસાયટીમાં પ્રવેશી 4 ઘરના દરવાજા બહારથી બંધ કરી દીધા હતા.

આ પણ વાંચો : માધુપુરા ઓનલાઈન સટ્ટાબાજી કેસમાં ઉત્તરાખંડમાંથી વધુ એક આરોપી ઝડપાયો, જુઓ Video

ચોરી કરવા માટે આવેલા આ તસ્કરો છૂપી રીતે સોસાયટીમાં પ્રવેશવામાં તો સફળ રહ્યા હતા. પરંતુ આ તસ્કરો  સોસાયટીમાં પ્રવેશતા એક સભ્ય જાગી જતા તેમને આ અંગે સોસાયટીના પ્રમુખને ટેલિફોનિક જાણ કરી. આ અંગે સોસાયટી પર સંભવિત ખતરો જોતા પ્રમુખે આસપાસના સોસાયટીના સિક્યુરિટી ગાર્ડને લઇને સોસાયટીના મુખ્ય ગેટથી પ્રવેશતા તસ્કરો ફરાર થઇ ગયા. મહત્વપૂર્ણ છે કે સોસાયટીમાં આંટાફેરા મારતા બે તસ્કરો CCTV કેમેરામાં પણ કેદ થયા હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: May 12, 2023 10:52 PM