Surat: બારડોલીના બાબેન ગામે બકરા ચોરતી ગેંગનો આતંક, ચોરીની ઘટના CCTV કેમેરામાં થઈ કેદ, જુઓ Video
સુરતમાં બારડોલીના બાબેન ગામે બકરા ચોરતી ગેંગનો આતંક ઝડપાયો છે. કાલી બસ્તી વિસ્તારમાં તસ્કરોએ બકરાની ચોરી કરી રિક્ષામાં આવીને બકરા ચોરતી ગેંગ CCTVમાં કેદ થયો છે.
Surat: સુરતના બારડોલીમાં બકરા ચોરતી ગેંગનો આતંક સામે આવ્યો. બાબેન ગામના કાલી બસ્તી વિસ્તારમાં મધરાતે રીક્ષામાં કેટલાક શખ્સો આવ્યા અને રસ્તા પરથી બકરા ઉઠાવીને રિક્ષામાં મૂકીને ફરાર થઈ ગયા. આ બકરા ચોરીની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ. મધરાતે બકરા ચોરાવવાની ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ફફડાટ ફેલાયો છે.
આ પણ વાંચો : Surat : કામરેજમાં રખડતી રંજાડને લઈ કડક કામગીરી, તમામ રખડતા ઢોરોને પાંજરાપોળમાં મોકલાયા, જુઓ Video
રાત્રિ દરમ્યાન ઘરફોડ ચોરીના બનાવો અનેક વાર સામે આવ્યા છે. પરંતુ બારડોલીમાં ઘરમાં નહીં પરંતું અલગ પ્રકારની ચોરી સામે આવી છે. જેમાં એક ચોરે બકરાની ચોરી કરી છે. આ ચોરે એવી ચપળતાથી ચોરીને અંજામ આપ્યો છે કે સ્થાનિકો અચંભામાં મુકાયા છે. બકરીના કાન પકડીને શખ્સ આ બકરાંની ચોરી કરતો હતો. વીડિયો વાયરલ થતાં પશુપાલકો પોતાના પશુને લઈ ચિંતામાં મુકાયા છે.
Latest Videos